તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજ:રાજકોટના પોલીસ કર્મી સામે દહેજ માંગ્યાનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર મહિલા પો. સ્ટે.માં ગુનો નોંધાયો
 • પતિ ઉપરાંત સાસરિયાઓ સામે દહેજ, શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

વઢવાણ તાલુકાના રામપરા ગામના મિતલબેને પતિ તથા સાસુ વિરૂધ્ધ શારીરિક માનસીક ત્રાસ આપી દહેજ માંગ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેઓ હાલ નવ માસથી પોતાના માતા-પિતાના ઘેર રામપરા રહે છે. મિતલબેનના લગ્ન આશરે સાત વર્ષ પહેલા મુળ ટીંબા ગામના પણ ખોલડીયાદના હાલ રાજકોટ પોલીસ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ હજાવતા દિલીપસિંહ જાદવ સાથે થયા હતા.

પરંતુ લગ્ન બાદ સાસરીયામાં ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક અને માનસીક ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી છુટાછેડા આપવાની ગર્ભીત ધમકી આપી દહેજ પેટે પૈસા અને કરીયાવરની માંગણી કરતા હતા. આથી મિતલબેને હાલ રાજકોટ સરકારી ક્વાર્ટર કાશી વિશ્વનાથ પ્લોટ ધરમ સિનેમા બાજુમાં પ્રધ્યુમન નગર પોલીસ લાઇનમાં રહેતા સાસુ વાલીબેન અને પતિ દિલીપસિંહ જાદવ વિરૂધ્ધ મહિલા પોલીસ સુરેન્દ્રનગરમાંમાં ફરીયાદ નોંધાવતા પોલીસ દહેજ અંગે ગુનો નોંધ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો