તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:દૂધરેજ મંદિરના મહંતનું રાજકોટ પીએમ કરાયું : રિપોર્ટ બાદ ગુનો દાખલ થઇ શકશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દૂધરેજ વડવાળા મંદિરના સંત પર નવેમ્બર -2020માં હુમલો કરી લૂંટ કરી તેમને ઇજાઓ પહોંચાડ્યાની ઘટના બની હતી. ત્યારે આ સંતનું લાંબી સારવાર દરમિયાન 23 જૂન-2021ને મોત થતા તેમનું રાજકોટ પીએમ કરાયું હતું. રિપોર્ટ બાદ ગુનો હુમલાખોર શખસ સામે દાખલ થઇ શકશે તેવું બહાર આવ્યું હતું.

સુરેન્દ્રનગર કોર્ટમાં નાયબ રજિસ્ટ્રાર પર 2 માર્ચે કોઇએ માથામાં ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ તા. 9 માર્ચને 2021ના રોજ એલસીબી ટીમે આ બનાવમાં સુરેન્દ્રનગરના સીંધવનગર વિસ્તારમાં રહેતો 26 વર્ષીય લાલો ગોલતરને દબોચી લીધો હતો. જેમાં નવેમ્બર 2020માં દૂધરેજ - ચમારજ રોડ પર વાડીમાં ઝીણારામ પર હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની પણ કબૂલતા કરી હતી.

ઝડપાયેલા લાલો ઉર્ફે લાલાભાઈ ગોલતર મોજશોખ માટે એકલા ચાલીને જતા વ્યક્તિને માથાના ભાગે પાછળથી હુમલો કરી લૂંટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ આરોપીને જેલ હવાલે કરવામાં અવ્યો હતો. પરંતુ હુમલામાં દુધરેજ વડવાળા મંદિરના સંત ઝીણા રામજીનું લાંબી સારવાર બાદ 23 જૂનને બુધવારે મોત થયું હતું. પરિણામે તેમનું રાજકોટ ડોક્ટરની પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે. જેમાં પેનલ દ્વારા રિપોર્ટ થશે એ જો હુમલાથી થયેલી ઇજાઓના કારણે તેમનું મોત થયું છે તેવો પેનલ ડોકટરનો રિપોર્ટ આવશે તેના આધારે હત્યાનો ગુનો નોંધાશે તેવી વિગતો બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...