તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજ ચોરી:ચોટીલા હાઇવે પરથી રાજકોટ ખનીજ વિભાગે 09 ડમ્પરો ઝડપી પાડયા, લાખો રુપિયાનો મુદ્દમાલ જપ્ત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઇવે પરથી રાજકોટ ખનીજ વિભાગે  09 ડમ્પરો ઝડપી પાડયા, લાખો રુપિયાનો મુદ્દમાલ જપ્ત - Divya Bhaskar
ચોટીલા હાઇવે પરથી રાજકોટ ખનીજ વિભાગે 09 ડમ્પરો ઝડપી પાડયા, લાખો રુપિયાનો મુદ્દમાલ જપ્ત
  • ક્રોસ ચેકીંગમાં ઝડપાયેલા ડમ્પરો તથા રેતી સહિતનો મુદ્દામાલ નાની મોલડી પોલીસે ઝડપી પાડ્યો

ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર ખનિજ વહન થતું હોવાની બૂમ રાડો ઉઠી હતી. ત્યારે ખનિજ ચોરી રોકવા માટે ક્રોસ ચેકીંગ હાથ ધરાયેલ હતું. જેમાં રાજકોટ ખાન ખનિજ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ચોટીલા રાજકોટ હાઇવે ઉપર વોચ ગોઠવીને નવ ડમ્પરોને રેતી ભરેલા પકડી પાડ્યા હતા. આમ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર ડમ્પરો ઝડપાતા રેતી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પકડાયેલા ડમ્પરો અને રેતીની કિંમત મળી લાખોની રકમનો મુદ્દામાલ હાલ મોલડી અને ચોટીલા પોલીસને સોંપીને તેના માલિકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેર કાયદેસર રેતી કારોબારમાં કોની કોની ભૂમિકા છે તે અંગે તપાસ થવાની વકી રહેલી છે.

હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થાય તે પહેલાં ઝાલાવાડમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન મોટા પ્રમાણમાં થતું હોવાનો પુરાવો રાજકોટના અધિકારીઓએ પકડેલા મુદ્દામાલ ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...