લીંબડી તાલુકાના ભણાણ ગામના 38 વર્ષના નુરાભાઈ અહેમદભાઈ ભથાણીયા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે રાજકોટ નુરાભાઈને ખેતીકામ બાબતે કામ હોવાથી તા. 29 માર્ચને બપોરના સમયે ભથાણથી તેમના મિત્ર હુશેનભાઈ મમદભાઈ ભથાણીયા સાથે કાર લઇને નીકળ્યા હતા. જેમાં કાર નુરાભાઈ ચલાવતા હતા. ત્યારે બલદાણા ગામના પાટીયાથી આગળ આવેલી હોટલ સામે હાઇવે રોડ પર ડમ્પરના ચાલકે પાછળથી કાર સાથે ડમ્પર ભટકાડી અકસ્માત કરતા કાર પલટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં નુરાભાઈ અને હુશેનભાઈને ઇજાઓ થતા 108 દ્વારા લીંબડી રા.રા. હોસ્પિટલ બાદ હુશેનભાઈને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં નુરાભાઈએ ડમ્પરના ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.