તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉશ્કેરણીજનક ભાષણનો મામલો:રાજ શેખાવતનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય આરોપીની જેમ રાખવામાં આવ્યા
  • પોલીસ સ્ટેશનમાં સ્ટાફ સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશવા પર કડક પ્રતિબંધ મુકાયો

ચોટીલાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના ગુના બદલ હાલ 5 દિવસના રિમાન્ડ ઉપર રહેલા શેખાવતે જે ભાષણ કર્યા હતા તેની પાછળના કારણો જાણવા માટે પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે.

અમરેલીના લુવારા ગામે કાઠીદરબારના પરિવાર સાથે બનેલી ઘટનાના વિરોધમાં ન્યાયની માગ સાથે ચોટીલાના સુરજદેવળ ખાતે ક્ષત્રીય સંમેલન યોજાયું હતું. જેમાં પોલીસ વિરુદ્ધ અને લોકોની ઉશ્કેરણી થાય તેવુ ભાષણ કરવા બદલ રાજ શેખાવત સામે ચોટીલા ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. હાલ શેખાવતને બી ડિવિઝન ખાતે રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે. એક સામાન્ય આરોપીને જેવી રીતે સગવડતા આપવામાં આવે તેમ તેમને પોલીસના લોકઅપમાં રખાયા છે.

તપાસ કરતા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલે જણાવ્યું કે રિમાન્ડ દરમિયાન શેખાવતની પૂછપરછ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને તેમણે જે ભાષણો આપ્યા છે તેનું પરિણામ શું આવશે અને તેની પાછળ તેમનો મુખ્ય ઇરાદો શું હતો તે જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. લોકોને પોલીસ વિરુદ્ધ ભડકાવાનું ષડ્યંત્ર શા માટે રચવામાં આવ્યું અને તેમાં કોણ કોણ સામેલ છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. તેમણે પણ વીડિયો અપલોડ કર્યા હતા. આથી ફેસ ડિટેકશન ટેસ્ટ કરવાની સાથે આરોપીના વોઇસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાશે.

શેખાવત 21 જૂન સુધી પોલીસની કસ્ટડીમાં છે તે દરમિયાન પોલીસ તમામ પાસાં તપાસવા માટે પૂછપરછ કરી રહી છે. ત્યારબાદ તેમણે આપેલા જવાબ અને નિવેદનની વિગતો પોલીસ જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...