જળસંચય:સાયલા તાલુકામાં 30થી વધુ ગામોમાં ભૂગર્ભ ટાંકામાં વરસાદના પાણીનો જળસંગ્રહ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા તાલુકામાં 1100થી વધુ ભૂગર્ભ ટાંકાઓ આશિર્વાદસમા નિવડ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ, ખીંટલા, મોરસલ સહિત 30થી વધુ ગામોમાં 1100થી વધુ પીવાના પાણી ભૂગર્ભ ટાંકાંઓ બનાવ્યાં હતા. આ ટાંકાઓ આજે પણ મહિલા અને પ્રસંગો માટે મહેમાનોની પાણીની તરસ છીપાવવાના કામમાં લાગે છે. ઝાલાવાડમાં વરસાદની અનિયમિતામાં પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યાં છે, ત્યારે જળસંગ્રહની આ પ્રાચીન અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ આકર્ષાયું છે. નવા બંધાતા મકાનમાં વરસાદના પાણીના સંગ્રહ માટેનાં ટાંકાંઓ બનાવવામાં જાગૃતિ જોવા મળે છે.

ટાંકાંઓમાં સંઘરી રાખવામાં આવેલું વરસાદનું પાણી ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ
પીવાનાં પાણીની જરૂરિયાત સંતોષવા માટે આજે જે નદી, કૂવા, તળાવો, બોરિંગ, નહેરો વગેરે સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ટાંકાંઓમાં સંઘરી રાખવામાં આવેલું વરસાદનું પાણી ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. આ પાણીનો જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોય તો બજારમાં વિસ રૂપિયે લિટરના ભાવે મળતા પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર કરતાં પણ તેની ક્વોલિટી વધુ સારી હોય છે. આ કારણે સાયલા, ચોટીલા તાલુકાના નાના મોટા સખપર, ટીટોડા, મંગળકુઇ, ખીંટલા, ધમરાસળા, છડીયાળી, મોરસલ, ધાંધલપુર સહિત અનેક ગામોમાં આજે પણ વરસાદના પાણીના સંગ્રહ માટેનાં ટાંકાંઓ બનાવવામાં લોક જાગૃતિ જોવા મળે છે.

250 ટાંકામાં 30,00000 લાખ લીટર પાણીનો સંગ્રહ
પરિવારના દૈનિક પીવાના પાણીના સરેરાશ 55 લીટરના અંદાજે 12,000 લીટરનો ભુર્ગભ ટાંકો 218 સુધી એટલે ચોમાસા સુધી પાણીનો સંગ્રહ એ જીવાદોરી સામાન બને છે. આજે નવા મકાનમાં શ્રમયજ્ઞ કરીને 10થી 15 હજાર લીટરના ક્ષમતાવાળા ભૂર્ગભ ટાંકા અંદાજીત રૂ. 50,000ના ખર્ચે તૈયાર કરીને ધાબેથી અથવા પતરા પરનું વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જાગૃતિ જોવા મળે છે. જમીનમાં તુરા અને કડચા પાણી હોવાના કારણે પીવાના પાણીની મુશ્કેલી છે. અમારા ગામમાં વરસાદના પાણીના સંગ્રહ કરીને 250 ટાંકામાં 30,00000 લાખ લીટર પાણીનો સંગ્રહ કરીએ છીએ. અને 3000 વસ્તી અને પશુઓને પાણીની મુશ્કેલી દૂર કરી શક્યા છીએ તેમ વજાભાઇ મુળાભાઇ ડાભી, સરપંચ, જુની મોરસલ જણાવ્યું છે.

ગામમાં 60 ટકા ધરોમાં પાણીના ટાંકા છે
​​​​​​​
અમારી પીવાના પાણી માટેની રઝળપાટ બંધ થઇ આજે ગામમાં 60 ટકા ધરોમાં પાણીના ટાંકા છે. અને અમારા ધરના 24 સભ્યો માટે 10,000 લીટરના 4 ટાંકા બનાવ્યા છે. જે 1 વર્ષ સુધી અને સારા-મોળા ​​​​​​​પ્રસંગોમાં પીવા સહિત અન્ય વપરાશ માટે ઉપયોગી છે અને વરસાદી પાણીના કારણે આરોગ્ય સારૂ રહે છે - મંજુબેન ડાયાભાઇ રંગપરા,ખીંટલાએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...