રવિ પાક પર ખતરો:જિલ્લામાં 5થી 7 જાન્યુઆરી દરમિયાન વરસાદની આગાહી

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2,21,649 હેક્ટરમાં કરાયેલા રવિ પાકના વાવેતર પર ખતરો

જિલ્લામાં 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની શ્યાહી સુકાઇ નથી ત્યાં આગામી દિવસોમાં વરસાદી ઝાપટા થવાના હવામાન વિભાગને આગાહી છે. 5થી 7 જાન્યુઆરી સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે. આથી ઉત્પાદન થયેલા પાક અને વાવેતર કરાયેલા 2,21,649 હેક્ટરમાં ઘઉં, ચણા, જીરૂ સહિત રવિ પાકને નુકસાન થવાનો ભય છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ જણાવ્યું કે આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદિત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી લેવાની જરૂર છે. આથી ખેડૂતોએ પોતાના ઉત્પાદિત થયેલ પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી, શક્ય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવાની જરૂર છે.

બાગાયતી પાકોની સલામતી માટે પણ કાળજી લેવા, શિયાળુ ઊભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવા તેમજ કમોસમી વરસાદ થાય તો પાક સંરક્ષણના પગલાં હાથ ધરવા, બિયારણ ખાતર વગેરેના જથ્થાને પણ સલામત સ્થળે રાખવા જરૂરી બન્યુ છે.હવામાનની આગાહી મુજબ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે. આથી કચ્છ, પોરબંદર, દ્વારકા,જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી છે. જિલ્લામાં સોમવારે તાપમાન લઘુતમ 17.4, મહત્તમ 29 રહ્યું હતું.

તાલુકા પ્રમાણે વાવેતર
તાલુકોકુલ વાવેતર
ચોટીલા7950
ચુડા8320
દસાડા16407
ધ્રાંગધ્રા64857
લખતર25225
લીંબડી31365
મૂળી22530
સાયલા8200
થાનગઢ4190
વઢવાણ32605
કુલ2,21,649
અન્ય સમાચારો પણ છે...