સુરેનદ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફરી આકાશ સાફ રહેવા સાથે સતત ગરમીનો પારો વધી રહ્યો હતો.જેમાં ત્રણ દિવસમાં 39 ડિગ્રી જેટલુ તાપમાન વધી જવા સાથે આકરો ઉનાળાનો જિલ્લા વાસી અનુભવ કરી રહ્યા હતા.ત્યારે બુધવારે વાતાવરણમાં સવારથી પલટો રહેવા સાથે આખો દિવસ વાદળ છાયુ વાતાવરણ રહ્યુ હતુ.જેના કારણે એક દિવસમાં 8.1 ડિગ્રી તાપમાન ઘટવા સાથે તાપમાનનો પારો બુધવારે લઘુતમ 23.8 અને મહત્તમ 31.3 રહ્યુ હતુ.
જ્યારે હવાની ગતી 8 કિમી અને ભેજનું પ્રમાણ 32 ટકા રહ્યુ હતુ.જેની સરખામણી મંગળવાર સાથે કરી એ તો તે દિવસ લઘુતમ તાપમાન 21.8 અને મહત્તમ 39.4 ડિગ્રી એ પહોંચી ગયુ હતુ.જેમાં હવાની ગતી 5 કિમી અને ભેજનું પ્રમાણ 20 ટકા નોંધાયુ હતુ.આમ એક દિવસમાં હવાની ગતી 3 કિમી વધી હતી. વહેલી સવાર બાદનો ગરમીનો લઘુતમ પારો 2 ડિગ્રી વધી ગયો હતો.જ્યારે બપોર બાદનો મહત્તમ 8.1 ડિગ્રી ઘટ્યો હતો.આથી જિલ્લા વાસીઓએ સવારથી સાંજ સુધીમાં હવામાન અને તાપમાનમા 7.5 ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્યો હતો.
આ વાદળછાયા વાતાવરણ સાથે સાંજે સુરેન્દ્રનગર, વઢવાણ, થાન, ચોટીલામાં ઝરમર વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારે વાદળછાયું વાતાવરણ થતાં ધરતીપુત્રોનાં જીવ તાળવે ચોંટયા હતા. જેના કારણે હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ન જાય તે માટે વધુ દાંડિયા મૂકી પાક ઘરે લઈ જવાની ફિરાકમાં ખેતરે કપાસ વીણતાં દ્રશ્યો સર્જાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.