તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહીથી સ્થાળાંતર:સુરેન્દ્રનગરના રણમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 1500 અગરિયા પરિવારોએ રણ ખાલી કર્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
સુરેન્દ્રનગરના રણમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 1000 અગરિયા પરિવારોએ રણ ખાલી કર્યું
  • માછીમારી માટે ગયેલ બોટને પરત ફરવા સુચના આપવામાં આવી

રણમાંથી જેસીબી અને ડમ્પર સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. અને રણમાંથી અંદાજે 70% મીઠું તો ખેંચાઇ પણ ગયું છે. ત્યારે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેસનના પગલે આગામી 16, 17 અને 18 તારીખે પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાને સ્પર્શતા કચ્છના નાના રણમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકવાની સંભાવના છે. આથી સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશની સુચનાથી પાટડી તાલુકાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને આગામી રવિવાર, સોમવાર અને મંગળવાર એમ 3 દિવસ સાવચેતીના ભાગરૂપે રણ ખાલી કરી સલામત સ્થળે પહોંચવાની સુચનાઓ આપવામાં આવી છે.

50% જેટલા મીઠું પકવતા અગરિયાઓએ રણ ખાલી કરી દીધું

સુરેન્દ્રનગર કલેક્ટર કે.રાજેશના આદેશની પાટડી પ્રાંત કલેક્ટર દ્બારા અગરીયા હિત રક્ષક મંચ અને સોલ્ટ એસોસિએશનને સાથે રાખી અત્યાર સુધીમાં 1000 અગરિયા પરિવારોએ રણ ખાલી કરી પોતાના માદરે વતન કે સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. આ અંગે અગરીયા હિત રક્ષક મંચના જીલ્લા કો.ઓર્ડિનેટર ભરતભાઇ સોમેરાએ જણાવ્યું કે, સરકારી તંત્રની સુચના બાદ તરત જ મેસેજ કરી અગરિયાઓને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 50% જેટલા મીઠું પકવતા અગરિયાઓએ રણ ખાલી કરી દીધું છે. જ્યારે બાકીનાને આવતી કાલે સાંજ સુધીમાં સાવચેતીના પગલે સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે

મોરબીના નવલખી પોર્ટ પર એક નમ્બરનું સિગ્નલ લગાવાયું

રાજ્યના 1800 કિમી લાંબા દરિયા કિનારા પર ફરી એકવાર વાવઝોડાનું સંકટ ઘેરાયું છે. આ વાવાઝોડાનું નામ તૌકતે રાખવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ આ વવાઝોડું 14મીએ લો પ્રેશરમાં ફેરવાયું છે તો 16 મી સાયકલોનમાં ફેરવાઈ જશે અને ગુજરાતના દરિયા કિનારે 18 મી મે ના રોજ ટકરાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પોર્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા

વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ મોરબીના એક માત્ર નવલખી પોર્ટ પર શુક્રવારે એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. તો પોર્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય દરિયામાં માછીમારી માટે ગયેલ ખલાસીઓને રેડિયો તેમજ અન્ય માધ્યમથી પણ સંદેશ આપી પરત બોલાવવામાં આવી રહ્યાં છે. હાલ પોર્ટ પર 150 માંથી 109 જેટલી બોટ પણ પરત ફરી ચુકી છે. તો બાકીની બોટ જોડિયા બંદર પર લાગરવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરીયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી કન્ટ્રોલ રૂમ શરૂ કરવા તેમજ વવાઝોડું જે વિસ્તારમાંથી પસાર થવાની સંભાવના છે તે વિસ્તારમાં લોકોને દૂર ખસેડવા તૈયારી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...