રેલ વ્યવહારને અસર:સિંધાવદર સ્ટેશન પર ઈન્ટરલૉકિંગના કામને કારણે 11 માર્ચ સુધી રેલ મુસાફરીને અસર થશે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 ટ્રેન રદ કરાઈ, 6 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન રીશિડ્યુલ કરવામાં આવી

રાજકોટ ડિવિઝન સિધાવદર સ્ટેશન પર ઇલેક્ટ્રોનીક ઇન્ટરલોકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે 11 માર્ચ સુધી રેલ પરીવહનને તેની અસર થનાર છે.જેના કારણે બે ટ્રેનો રદ, 6 ટ્રેન આંશીક રીતે રદ અને 2 ટ્રેનો રીશેડ્યુઅલ કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનમાં આવતા સિધાવદર સ્ટેશન પર ઇલે્ટ્રોનીક ઇન્ટરલોકિંગના કામ હાથ ધરતા રેલ્વે પરીવહનને અસર થાય તેમ છે.

આ 2 ટ્રેન રદ કરવામાં આવી
વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 7--3-2022 થી 10-3-2022 સુધી રદ કરવામાં આવી જ્યારે જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 8-3-2022 થી 11-3-2022 સુધી રદ કરવામાં આવી છે.

આ ટ્રેનો આંશિક રદ : ભાવનગર-ઓખા એક્સપ્રેસ 6-3-2022 થી 9-3-2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે, ઓખા - ભાવનગર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી ભાવનગર માટે 7-3-2022 થી 10-3-2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે અને અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી 7-3-2022 થી 10-3-2022 સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે,સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર 7-3-2022 થી 10-3-2022 સુધી ચાલશે.

આ ટ્રેન રીશેડ્યુલ અને માર્ગમાં રેગ્યુલેટેડ કરાઈ :ઓખા - વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 10-3-2022 ના રોજ રિશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય 14:05 કલાકે ને બદલે 2 કલાક મોડી એટલે કે 16.05 કલાકે ઉપડશે.જ્યારે માર્ગ માં રેગ્યુલેટેડ ટ્રેનો 8-3-2022 મંગળવારે રીવા - રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગ માં 50 મિનિટ અને તુતીકોરીન - ઓખા વિવેક એક્સપ્રેસ માર્ગ માં 1 કલાક રેગ્યુલેટ મોડી દોડશે.

અન્ય સમાચારો પણ છે...