વીજચોરોમાં ફફડાટ:હળવદ પંથકમાં વીજ તંત્રની 33 ટીમોના દરોડા, રૂ. 16.35 લાખની વીજચોરી પકડાઈ

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ પંથકમાં વીજ તંત્રની 33 ટીમોના દરોડા - Divya Bhaskar
હળવદ પંથકમાં વીજ તંત્રની 33 ટીમોના દરોડા
  • પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ 475 કનેક્શનો ચેક કરતા 65મા ગેરરીતિ ઝડપાઇ

હળવદ પંથકમાં આજે બુધવારે વીજતંત્રે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 33 ટીમોએ વિવિધ ગામોને ધમરોળ્યા હતા. જેમાં રૂપિયા 16.35 લાખની વીજચોરી પકડાઈ હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ 475 કનેક્શનો ચેક કરતાં 65મા ગેરરીતિ ઝડપાઇ હતી.

પીજીવીસીએલ દ્વારા વીજચોરી નાથવા છેલ્લા ઘણા સમયથી ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં આજે મોરબી સર્કલના હળવદ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ ટાઉન અને ચરાડવા હેઠળના વિસ્તારોમાં 33 ટીમોએ 475 જેટલા કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી 65 કનેકશનોમાં ગેરરીતી ઝડપાઇ હતી.

આ કનેક્શન ધારકોને રૂ. 16.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલની ટીમો દ્વારા હળવદ પંથકમાં અચાનક વીજદરોડા પાડવામાં આવતા ગેરકાયદેસર વીજચોરી કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...