દરોડા:થાનના ખાખરાળી અને રાવરાણીમાં દરોડા : 45 લાખનો કોલસો પકડાયો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણમાંથી ખોદકામ કરવા માટેની 17 ચરખી પણ પકડાઇ

થાન પંથકમાં ચાલતા ખનીજ ચોરી ઉપર ગાંધીનગરની એફએસએલની ટીમે દરોડો પાડયો હતો. જેમાં રાવરાણી અને ખાખરાળી ગામના જુદા જુદા સર્વે નંબર માંથી કુલ રૂ.45 લાખનો 880 ટકન કોલસો અને 17 ચરખી મળી આવી હતી. તમામ મુદામાલ ગામના સરપંચને સોપીને એફએસએલની ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

થાન પંથકના કેટલાક ગામો ખનીજની ચોરી માટે પંકાયેલા છે. અવાર નવાર દરોડા પાડવામાં આવતા હોવા છતા ખનીજ ચોરો કાર્બોસેલની ચોરી કરતા હોય છે. દરમિયાના ગાંધીનગર એફએસએલની જુદી જુદી 5 ટીમે થાન પંથકના રાવરાણી અને ખાખરાળી ગામની સીમમાં દરોડા પાડયા હતા. જેમાં સી.એમ.પરમાર,એ.બી. તેમલાણી, એ.સી. જોશી, બી.એમ.ઝાલા સહિતની ટીમે દરોડો પાડયો હતો. જેમાં રાવરાણી ગામની સીમ સર્વે નં 26, 27 અને 28 માં તપાસ કરાઈ હતી.

તપાસમાં વિરમદેવ ભોપાભાઇ ઝાલાને ત્યાથી ખાણ માંથી કાર્બોસેલ કાઢવા માટેની 7 ચરખી અને 380 ટન કાર્બોસેલનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારી ખાખરાળી ગામની સીમમાં બીજી ટીમે પાડેલા દરોડામાં બનાવના સ્થળેથી રૂ.25 લાખની કિંમતના મુદામાલમાં 10 ચરખી અને 500 ટન કાર્બોસેલનો જથ્થો મળી આવ્યો હતો. જયારે ત્રીજી જગ્યાએ સર્વે નં 207માં પાડેલા દરોડામાં જગ્યા ઉપર કરવામાં આવેલા ખોદકામની માપણી કરવામાં આવી છે. અને આ જગ્યાએ કેટલો કાર્બોસેલનો જથ્થો કાઢવામાં આવ્યો છે તેનો સર્વે કરવામાં આવશે અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે. એફએસએલની ટીમે જુદી જુદી ત્રણ જગ્યાએ પાડેલા દરોડામાં કુલ રૂ.45 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. તમામ મુદામાલ સીઝ કરીને ગામના સરપંચને સોપવામાં આવ્યો હતો. થાન પંથકમાં એફએસએલની ટીમે પાડેલા દરોડાને પગલે ભુમાફિયાઓમાં ફફડાટ સાથે ચકચાર ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...