સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમ વિસ્તારમાં ખાણખનીજ ટીમ અને મામલતદાર ટીમે દરોડા પાડયા હતા. જેમાં કાર્બોસેલ ખનીજના હેતુથી કરવામાં ખોદકામ ચાલતુ હોવાનું બહાર આવ્યુ હતુ. આ દરોડામાં તંત્રે 4 ચરખીઓ સહિત રૂ. 3 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે બનાવ સ્થળથી અંદાજે 500 ફુટ દુરના અંતરે વિસ્ફોટકનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખનન અને વહન થતુ હોવાની રાવ ઉઠી છે. ત્યારે સોમવારે ખાણ ખનિજના ભૂસ્તરશાસ્ત્રી વિપુલ સોલંકીની સુચના મુજબ તેમની તપાસ ટીમ અને સાયલા મામલતદારની સંયુક્ત ફરિયાદના આધારે સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાલાભાઈ માલાભાઈ રબારી દ્વારા કાર્બોસેલ ખનીજના હેતુથી કરવા ખોદકામ કરવામાં આવ્યુ હતુ. પરંતુ કાર્બોસેલ ખનીજનું ખોદાકમ થયુ ન હતુ અને માત્ર ઉપરની માટી ખોદતા હોવા હોવાનું બહાર આવ્યુ હતુ.
આ ચેકિંગમાં નૈતિકભાઈ કણજરિયા, સંજયસિંહ મસાણી, સાહિલભાઈ પાઘડાર સહિતની ટીમે કામગીરી કરી હતી. અને બનાવ સ્થળેથી ચાર ચરખી મશીન સહિત રૂ. 3 લાખનો મુદ્દામાલ સીઝ કરીને ગામના ઉપસરપંચને સોંપવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાં ખાણખનિજ સાથે સાથે સાયલા મામલતદાર પી.બી.પરગટીયા સહિતની ટીમે પણ કાર્યવાહી કરી હતી. જેમાં સ્થળની તપાસ કરતા ચરખીવાળા સ્થળ છે. અંદાજે 500 ફુટ દુરનાં અંતરે વિસ્ફોટક બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂ. 10,500ની કિંમતના 25 કિ.ગ્રા.ના સુપરપાવર-90ના 3 બોક્ષ તેમજ રૂ. 11,250ની કિંમતના સેફટીફયુઝ ફોર બ્લાસ્ટીંગના 9 પેકેટ 25 ફ્યુઝ નં.225 મળી કુલ રૂ. 21,750નો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.