તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:સુરેન્દ્રનગરના લીંબડીમાં વેક્સિન લેવા માટે કતારો લાગતા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
સુરેન્દ્રનગરના લીંબડીમાં વેક્સિન લેવા માટે કતારો લાગતા સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા
  • લાંબા સમય બાદ બીજો ડોઝ ફાળવાતા લોકોએ પડાપડી કરી

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી રેલ્વે સ્ટેશન રોડ ઉપર તપોવન ધામ, ગ્રીનચોક' સરદાર પટેલ ભવન ખાતે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાંબી લાઈનો લાગી હતી. લીંબડીમાં લાંબા સમય બાદ કોરોના વેક્સિનનો બીજો ડોઝ ફાળવાતા લોકોની બીજો ડોઝ મેળવવા લાંબી લાઈનો લાગી હતી. કોરોના વાયરસનુ સંક્રમણ હોવા છતાં વેક્સિનનો બીજો ડોઝ મેળવવા લોકો સોશીયલ ડિસ્ટન્સનું ભાન ભુલતા ધજાગરા ઉડ્યા હતા.

પાટડીમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા નગરપાલિકા દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વ હાલમાં લડી રહ્યું છે ત્યારે પાટડી તાલુકામાં પણ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યોં છે. એના માટે પાટડીમાં એક માત્ર કોવિડ કેર સેન્ટર હોઇ કોરોના દર્દીઓનો ખુબ ધસારો રહે છે. હાલમાં આ કોવિડ કેરમાં ઓક્સિજનની સુવિધા તો કરવામાં આવી છે. પરંતુ તેને રીફલીંગ કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.

આથી પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ અને કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ દ્વારા ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલને પાટડીમાં ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવા લેખીત રજૂઆત કરી છે. અને આ ઓક્સિજન પ્લાન્ટ માટે જગ્યાની જરૂરીયાત જણાય તો નગરપાલિકા યોગ્ય વ્યવસ્થા કરવા સમંત હોવાનું પણ અા લેખીત રજૂઆતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...