રજૂઆત:બીયુ પરમીશન, આઉટસોર્સ કર્મીના પગાર સહિતના પ્રશ્નો રજૂ કરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમાં કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં અધિકારીઓને સરકારી બાકી લેણાની વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરી પૂર્ણ કરવા જણાવાયું હતું.જ્યારે કર્મચારીઓના બાકી પેન્શન કેસ, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીના સમયમર્યાદામાં નિકાલ, એ.જી.કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આરટીઆઇ, તકેદારી આયોગ સહિતની આરજીઓના નિકાલ અંગે ચર્ચા કરી સૂચનાઓ અપાઇ હતી.

ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, ઋત્વીકભાઇ મકવાણાએ શહેરી વિસ્તારમાં બાંધકામ અંતર્ગત બીયુ.પરમિશન, જિલ્લામાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓના પગાર, આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ પ્રક્રિયા, બિનખેતી સંદર્ભે જમીન માપણીની કામગીરી, સમાજ સુરક્ષાની સહાય, દૂધ મંડળીઓને ફાળવેલ જગ્યા સહિતના પ્રશ્નોની ઝડી વરસાવી હતી.જેને સાંભળી સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોનું નિકાલ કરવાના સૂચન કરાયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી એન.કે.ગવ્હાણે, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર ડી.આઈ.ભગલાણી, પ્રાંત અધિકારીઓ મામલતદારઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...