અકસ્માત:પાટડી પાસે રોડની કામગીરી દરમિયાન PWDના કર્મચારી પર રોલર ફરી વળતા મોત

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડી પાસે રોડની કામગીરી દરમિયાન PWDના કર્મચારી પર રોલર ફરી વળતા મોત - Divya Bhaskar
પાટડી પાસે રોડની કામગીરી દરમિયાન PWDના કર્મચારી પર રોલર ફરી વળતા મોત
  • ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીના ભાઇ સોલંકી કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ છે
  • ધારાસભ્ય નૌશાદ સોલંકી પાટડી હોસ્પિટલે દોડી ગયા હતા

પાટડી પાસે ફુલકી-ખારાઘોડા રોડના કામમાં રોલર ફરી વળતા PWDના કર્મચારીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીના ભાઇ સોલંકી કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ છે આથી ધારાસભ્ય પાટડી હોસ્પિટલે દોડી ગયા હતા.

પાટડી પાસે ફુલકી ખારાઘોડા વચ્ચે રૂ. 9 કરોડના ખર્ચે રોડ બનાવવાનું કામ હાલ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્યારે મોડી સાંજે છ વાગ્યાના સુમારે પાટડીથી ફુલકી ખારાઘોડા વચ્ચે રોડ બનાવવવાનું કામ ચાલી રહ્યું હોઇ ત્યાં નવરંગપુરા ગામમાં બસસ્ટેન્ડ પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતુ ત્યારે PWDમાં ફરજ બજાવતા શેડલા ગામના નસીબખાન મલેક અચાનક રોલર નીચે આવી જતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

પાટડી પાસે ફુલકી-ખારાઘોડા રોડના કામમાં રોલર ફરી વળતા PWDના કર્મચારીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીના ભાઇ સોલંકી કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ છે આથી ધારાસભ્ય પાટડી હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા પાટડી પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...