તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દુષ્કર્મ કરી લાશ બાળવાના બનાવના આરોપીને સજા અપાવો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના નગલામાં 9 વર્ષની બાળકી સાથે ઘટના બની હતી
  • સામાજીક એકતા જાગૃતિ મીશન દ્વારા કલેક્ટરકચેરીમા આવેદન

સુરેન્દ્રનગર સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપાઠવાયુ હતુ.જેમાં દિલ્હીના નગલામાં 9 વર્ષની બાળકીનુ દુષ્કર્મ બનાવ અને સાબરકાંઠમાં ખારીબેડીમાં વનવિભાગ કર્મીઓએ કરેલા અત્યાચાર બનાવમાં આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

સુરેન્દ્રનગર સામાજીક એકતા જાગૃતિ મીશનના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુંજબ દિલ્હીના નાગલા ગામમાં એક નવ વર્ષની બાળકી પર ગેંગરેપ કરી તેની લાશને સળગાવી ગુનાનું સબુત મીટાવવાનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો. 3

આ ગુનામાં સામેલ ચારેય શખ્સોને સજા અપાવવા અને આવુ ફરી ક્યારેય ન બને માટે દાખલા રૂપ સજા આપવા માંગ કરી હતી. જ્યારે સાબરકાંઠાના ખારીબેડી ગામે આદિવાસી યુવાન પર વન વિભાગના કર્મચારીઓએ કરેલા અત્યાચાર બનાવમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. જો કાર્યવાહી નહીં કરાય તો સામાજીક એકતા મિશન આંદોલન કરશેની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...