લવજેહાદ સામે જનઆક્રોશ:આરોપીને સજા કરાવો અને તેને અટકાવવા કાયદો પસાર કરાવો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી માગણી કરી

સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જીલ્લામાં વધતા લવ જેહાદ કિસ્સામાં આરોપીને કડક સજા કરાવવા તેને અટકાવવ કાયદો પસાર કરાવવા માગ કરી હતી.જ્યારે શહેરમાં ઠેરઠેર ગેરકાયદે દબાણો તોડી પાડવા માટે પણ માગ કરાઇ હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુરેન્દ્રનગર દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી રજૂઆત કરાઇ હતી. જે મુજબ લવ જેહાદ એ ભારતમાં દૂષણની જેમ ફેલાઇ રહ્યો છે. દરરોજ અનેક હિન્દુ યુવતીઓને જેહાદી યુવકો લવ જેહાદનો શિકાર બનાવે છે. તેના માટે તેમના ધર્મની સંસ્થાઓ મોટી રકમના ઇનામો આપી પ્રોત્સાહીત કરે છે.

આમ કરનારને કાયદાથી લઇ તમામ સપોર્ટ પૂરો પડી એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચલાવાઇ રહ્યું છે. તાજેતરમાં સુરેન્દ્રનગરમાં 2 અને પાટડીની 1 એમ 3 યુવતી જિલ્લાની શિકાર બની છે. ઝારખંડમાં ધો.12ની વિદ્યાર્થીનીને શાહરૂખ નામના જેહાદીએ ફસાવવા પ્રયત્ન કર્યો તે ન માની તો પેટ્રોલ નાખી જીવતી સળગાવી મારી છે.

આમાં બાંગ્લાદેશી ટેરરિસ્ટ ટોળકી અને પોપ્યુલર ફ્ન્ટ ઓફ ઇન્ડિયાનું કનેક્શન પણ સામે આવ્યું છે. આથી લવ જેહાદ અટકાવવા એક કાયદો ઘડી કડક કાર્યવાહીની માગ છે. સુરેન્દ્રનગર શહેરમાં ચારેય દિશાના છેવાડે ઇરાદાપૂર્વક વિધર્મી મજારો બનાવી દબાણ કરાય છે. વચલી ફાટક જૂની એડીઆર પાસે, અલંકાર રોડથી ગોકુલ રોડ બ્રિજ પાસે સહિત દબાણોની તપાસ કરી તોડી પાડવા માગ કરાઇ હતી. જ્યારે તેમના ધર્મસ્થાનો પર દીવસ ભર વગાડાતા લાઉડ સ્પીકર બંધ કરાવવા માગ કરાઇ હતી.

આગામી સમયમાં નવરાત્રી પર્વમાં જાહેર પ્રવેશ નિ:શુલ્ક રાખી યોજાય છે. પાર્ટી પ્લોટમાં ટિકિટથી પ્રવેશ અપાય છે. ખાણીપીણીની નબળી ગુણવત્તા, ફાયર સેફ્ટીનો અભાવ, છેડછાડના બનાવો બને છે. માતાના આરાધનાના નામે અસભ્ય ડાન્સ અને કોમ્પિટિશન કરી સંસ્કૃતિ બદનામ કરાય છે. આથી આવા પાર્ટી પ્લોટને પણ મંજૂરી ન આપવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...