તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:સમાઘોઘાના યુવાનના ગુનેગાર મુંદ્રા પોલીસ કર્મીઓને સજા કરો, 7 દિવસ ગોંધી રાખતાં કસ્ટોડિયલ ડેથ થઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચારણ સમાજની કલેક્ટર કચેરીમાં રજૂઆત

કચ્છના મુદ્રા તાલુકાના સમાઘોઘાના યુવાનને ગોંધી રાખી અમાનવીય અત્યાચાર ગુજારતા કસ્ટોડીયલ ડેથ થઇ હતી. આ બનાવમાં આરોપીઓની તાકિદે ધરપકડ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચારણ સમાજે કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી.

મુદ્રા પોલીસ દ્વારા તા. 19 જાન્યુઆરીના રોજ સમાઘોઘાના ગઢવી અરજણભાઇ ખેરાજભાઇ નામના યુવકને ઘરફોડ ચોરીમાં શંકાના આધારે ગેરકાયદેસર રીતે 7 દિવસ ગોંધી રાખી તેના પર અત્યાચાર ગુજારતા કસ્ટોડીયલ ડેથ થયુ હતુ. જયારે આ કેસના અન્ય બે યુવાનો હાલ દવાખાને સારવાર લઇ રહ્યા છે. આ બનાવના આરોપીઓને તાકિદે પકડવા બાબતે રામભા ગઢવી, રાજુભાઇ ટાપરીયા, પ્રકાશ ગઢવી, જયદેવ ગઢવીએ માનવ અધિકારને જોખમાવતા અને કલંકરૂપ એવા પોલીસ કર્મીઓને પકડી ન્યાય અપાવવો જોઇએ. તેમ કહ્યું હતું. જો તાકિદે કાર્યવાહી નહી થાય તો સમગ્ર રાજયમાંથી ચારણ સમાજ આંદોલન કરશે તેવી ચીમકી રજૂઆતના અંતે ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો