તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસાનો વ્યય:‘રૂ.84 લાખનું નવું ટેન્ડર બહાર પાડી પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કર્યો છે’

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર આંબેડકરચોકથી જોરાવરનગરને જોડતા પુલનો મામલો
 • પુલના પીલરની ઊંડાઇ વધતાં ખર્ચમાં વધારો થયો છે : ચીફ ઓફિસર

સુરેન્દ્રનગર આંબેડકરચોકથી જોરાવરનગર તરફના કોઝવેમાં રૂપિયા 84 લાખનું નવુ ટેન્ડર બહાર પાડી કામ કરાવવા મામલે કોંગી આગેવાનોએ પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને કોંગી આગેવાનો દ્વારા આ મામલે સોશિયલ મિડીયામાં વિડીયો ફરતો કરતા આ મુદ્દો શહેરમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે. જ્યારે તંત્ર દ્વારા પુલના પીલરની ઉંડાઇના કારણે ખર્ચમાં વધારો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આંબેડકરચોકથી જોરાવરનગર તરફના કોઝવેનું રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ મોટા ભાગનું કામ પુર્ણ થઇ ગયું છે ત્યારે આંબેડકરચોક તરફના છેડાના બાકીના કામ માટે પાલિકા દ્વારા રૂપિયા 84 લાખનું નવું ટેન્ડર બહાર પાડી કામ કરાવવામાં આવતા કોંગી આગેવાનો દ્વારા પાલિકા તંત્ર સામે આક્ષેપોની ઝડી વરસાવામાં આવી છે.

આ અંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા, રોહીત પટેલ સહીતનાઓએ જણાવ્યું કે જવાબદાર અધિકારીઓ અને કન્સલન્ટની બેદરકારીના કારણે પુલના ખર્ચનો એસ્ટીમેન્ટ વધી ગયો છે જેથી પુલનું કામ પુરૂ થયા બાદ વધુ રૂપિયા 84 લાખના ખર્ચે આગળનું કામ કરવામા આવી રહ્યું છે જે પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો છે આથી આ અંગે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

આ અંગે પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું કે પુલના પીલરની ઉંડાઇ વધતા ખર્ચમાં વધારો થયો હતો આથી બાકી રહેતા કામ માટે અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પુલના કામમાં કોઇને પણ ભ્રષ્ટ્રાચાર કે ગેરરીતીની આશંકા હોય તો વીજીલન્સ તપાસની માંગ કરી શકે છે અમે તેના માટે તૈયાર છીએ પરંતુ અમુક લોકો દ્વારા માત્ર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો