તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનિટાઈઝેશન:મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર માર્ગોને સેનિટાઈઝ કરાશે, આજ રાત્રીથી તંત્ર દ્વારા કામગીરી શરૂ

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબી શહેરમાં કોરોના પોઝિટિવ કેસો ચિંતાજનક રીતે વધતા પાલિકાતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ફરજીયાત માસ્ક, સેનેટાઇઝરના ઉપયોગની સાથે સોશિયલ ડિસ્ટન્સીગ સહિતની કોરોના ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરાઇ છે. તથા પાલિકાએ આજે રાત્રીથી જ શહેરના મુખ્ય માર્ગો પર સેનિટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરશે.

મોરબીના જાહેર માર્ગો પર સેનિટાઇઝેશનની કાર્યવાહી હાથ ધરાશે

મોરબી પથંકમાં કોરોના પોઝિટિવના કેસો વધવાની સાથે જ સંબંધિત વિભાગોમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે મોરબી નગરપાલિકાએ પણ વધતા સંક્રમણને કાબુમાં લેવા તાકીદે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત તાકીદે સ્ટાફ મીટીંગ બોલાવી આજે રાત્રીથી જ મોરબીના જાહેર માર્ગો જેવા કે નહેરૂગેટ ચોક, ગ્રીન ચોક, શાકમાર્કેટ વિસ્તાર સહિતના જાહેર માર્ગો પર સેનીટાઇઝેશનની કાર્યવાહી હાથ ધરાશે.

મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણ વધતા સંખ્યાબંધ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે પરિસ્થિતિની સમીક્ષા માટે આવતીકાલે જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબીની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને પ્રભારી સચિવની મુલાકાતને લઈ હાલ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો