તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુની અદાવત:હળવદમાં યુવાન ઉપર સરાજાહેર હુમલો, એસયુવી ગાડીમાં આવેલા શખ્સોએ તલવારના ઘા ઝીક્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં યુવાન ઉપર સરાજાહેર હુમલો, એસયુવી ગાડીમાં આવેલા શખ્સોએ તલવારના ઘા ઝીક્યા - Divya Bhaskar
હળવદમાં યુવાન ઉપર સરાજાહેર હુમલો, એસયુવી ગાડીમાં આવેલા શખ્સોએ તલવારના ઘા ઝીક્યા
  • જુના મનદુઃખમાં આ હુમલાની ઘટના બની હોવાની ચર્ચા

હળવદના દરબાર નાકે કોલેજ પાસે રાત્રીના જમીને ચાલવા નીકળેલા યુવાન ઉપર એસયુવી ગાડીમાં આવેલા આઠેક શખ્સોએ તલવાર વડે સરાજાહેર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જુના મનદુઃખમાં આ હુમલાની ઘટના બની હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ રહી છે.

પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો

હળવદના દરબાર નાકે કોલેજ નજીક જમીને ચાલવા નીકળેલા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ ઉપર એસયુવી કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કરતા પ્રદીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે. જ્યાં ભોગ બનનાર પ્રદીપભાઈએ આરોપી મેહુલ રમણિક ગોઠી, પંકજ ચમન ગોઠી, મેરાભાઈ કાળુભાઇ દલવાડી અને અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વધુમાં જુના મનદુઃખમાં આ હુમલો થયો હોવાનું અને ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...