રજૂઆત:સાયલાને વખતપર જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડો થોરિયાળી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલા સરપંચ સહિત આગેવાનોએ પાણી પ્રશ્ને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. - Divya Bhaskar
સાયલા સરપંચ સહિત આગેવાનોએ પાણી પ્રશ્ને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી.
  • સાયલા સરપંચ, આગેવાનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને પાણીની માગ કરી
  • 8 માસ સુધી 22 હજારથી વધુની વસતીને પીવાનું પાણી પૂરું પાડવું વિકટ પ્રશ્ન : સરપંચ

સાયલામાં ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ન હોવાથી પીવાના પાણીની સમસ્યા થાય તેમ છે. હાલ 30 દિવસ જેટલું જ પાણી રહ્યું છે.આથી સરંપંચ અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી વખતપર જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડવા માગ કરી છે.

સાયલા ગ્રામપંચાયત કચેરી સરપંચ અજયરાજસિહ ઝાલા, વિરશંગભાઈ અઘારા, ત્રિકમભાઈ પટેલ, પિન્ટૂભાઈ જાડેજા, મહિપતસિંહ ચાવડા, પ્રદીપભાઈ પરમાર સહિત ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં સાયલામાં પીવાના પાણી પ્રશ્ને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ સાયલા ગામ માટે થોરિયાળી ડેમમાં આ વર્ષ ઓછો વરસાદ ને લઇ પાણી ઓછું આવ્યું છે.

હાલ જે પાણી છે તે અંદાજીત 30 દિવસ જેટલું ચાલે તેમ છે. હાલ સાયલા ગામને બીજી કોઇ યોજના અંતર્ગત પાણી આપવામાં આવતું નથી. હાલ ડેમમાં જે પાણી છે તે પાણીથી જો નજીકની ખાણ ભરવામાં આવે તો ડેમમાંથી થતી પાણી ચોરી અટકી જાય અને સાયલા ગામને ખાણમાંથી પીવાનું પાણી પૂરું પાડી તો અંદાજે 2 માસ પાણી પૂરુ પાડી શકાય તેમ છે.

તેમજ વખતપર જૂથ યોજના અંતર્ગત સાયલાનું નામ હોવા છતાં સાયલાને પીવાનું પાણી મળતું નથી. જો આ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે તો સાયલા ગામને પાણીથી થનારી સમસ્યાથી થોડી રાહત મળે તેમ છે. હાલ સાયલા ગામને 22 હજારથી વધુ વસતી આવનારા 8 માસ પીવાનું પાણી વિકટ પ્રશ્ન બને તેમ છે. આથી વહેલી તકે સાયલા ગામની પાણીની સમસ્યા દૂર કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...