આવેદન:સંચાલક, રસોઈના અને મદદનીશોને શ્રમ કાયદા મુજબના લાભો અપાવો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધ્યાહ્્ન ભોજન કર્મચારી સંઘનું કલેક્ટરને આવેદન

સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાન ભોજન કર્મચારી સંઘે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક, રસોઈના અને મદદનીશોને શ્રમ કાયદા મુજબના લાભો અપાવા માગ કરી હતી. જિલ્લામાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત કામ કરતાં સંચાલકો રસોયા અને મદદનીશને નિયમો મુજબ લાભ ન મળતા હોવાથી પરેશાની થઇ રહી છે.

હાથી મધ્યાન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ ડાયાલાલ પરમાર,લીમડીના પૃથ્વીરાજ સિંહ રાણા, ચુડાના દશરથ સિંહ રાણા, સુરેન્દ્રનગરના હિંમતલાલ રાઠોડ, ચોટીલાના ભીખાભાઈ મેવાસા જિલ્લાભરના તાલુકાઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ વર્ષ 1984 ગુજરાત સરકારની મધ્યાન ભોજન યોજના કામ કરતા સંચાલક, રસોઈના અને મદદનીશોને શ્રમ કાયદા મુજબના લાભો અપાવા માગ કરી હતી.

જેમા સીટી સીડયુઅલ વર્કરો ગણીને તે મુજબના લાભ અપાવવા, અસંગઠિત વર્કરોમાં નોંધાયેલા રસોઈયા સંચાલક અને મદદનીશ રોજિંદા 5થી 7 કલાક કામ રૂ.284 મુજબ દૈનિક વેતન નિશ્ચિત બોનસ આપવા, સામાન્ય વહીવટ વિભાગના નિયમ મુજબ જાહેરાત આપી ઇન્ટરવ્યુ લઇને નિમણુક આપવી, અસંગઠિત વર્કરો તરીકે ગણીને સરકારના શ્રમ-મંત્રાલય મધ્યાહન ભોજન યોજનાના કામદારોને લઘુતમ વેતન આપવા, કોરોનામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા મધ્યાન ભોજન યોજના કરાર આધારિત કર્મચારીઓને ૨૫ લાખની સહાય આપવા સહિતની માંગ પૂરી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...