પાલિકામાં રજૂઆત:વોર્ડ નંબર 5ના ચામુંડા પાર્કમાં પ્રાથમિક સુવિધાઓ આપો : રહીશો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર  વોર્ડ નં.5ના ચામુંડા પાર્કમાં પ્રાથમિક સુવિધાઓની માગ સાથે રહીશો, આપના કાર્યકરોની પાલિકામાં રજૂઆત. - Divya Bhaskar
સુરેન્દ્રનગર વોર્ડ નં.5ના ચામુંડા પાર્કમાં પ્રાથમિક સુવિધાઓની માગ સાથે રહીશો, આપના કાર્યકરોની પાલિકામાં રજૂઆત.
  • રસ્તા, ગટરની વ્યવસ્થા કરવા આપના કાર્યકરો-રહીશોની પાલિકામાં રજૂઆત

સુરેન્દ્રનગરના વોર્ડ નં. 5માં રસ્તા અને ગટરોના પ્રશ્નોને લઇને ચામુંડા પાર્કના રહીશો અને આપના કાર્યકરો પાલિકા કચેરીએ ધસી ગયા હતા. અને આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની લેખિતમાં રજૂઆત સાથે માગ કરી હતી.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નં. 5ના ચામંડાપાર્ક વિસ્તારના કાંતિભાઈ કોઠીયા, વલીમહંમદભાઈ હિંગોળજા, અશોકભાઈ વાઢેર, લક્ષ્મીબેન, ગોમતીબેન માધર, મરઘાબેન પાટિયા, ગીતાબેન માંડવીયા સહિતની મહિલાઓ, રહિશો તેમજ આમ આદમી પાર્ટીના કમલેશભાઈ કોટેચા સહિતના કાર્યકરો મંગળવારે પાલિકાએ ધસી ગયા હતા. અને પાલિકાના ચીફઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં રસ્તા અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ નથી.

વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ગંભીરતા લેવાતી નથી. હાલ ચોમાસું હોય રહીશોને પારવાર તકલીફો સહન કરવી પડે છે. આથી આ વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધા બાબતે નક્કર કામગીરી કરવાનો આદેશ આપી ત્યાંના રહીશોને આ નર્કાગાર પરિસ્થિતમાંથી મુક્ત કરાવવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...