તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા:વિરોધ કરનારા સંઘનો 2881ની હાજરીનો દાવો સમર્થન કરનારા કહે છે 3650 શિક્ષકની હાજરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના શિક્ષણ વિભાગના ચોપડે 3336ની હાજરી

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે શિક્ષક સજજતા સર્વેક્ષણ અંતર્ગત પ્રાથમિક શિક્ષકોની પરિક્ષા લેવાઇ હતી. જેમાં પરિક્ષાનો વિરોધ કરનાર સંઘ અને પરિક્ષાનું સમર્થન કરતા સંઘે પરીક્ષામાં હાજર રહેલા શિક્ષકોની જાહેર કરેલી સંખ્યામાં વિવાદ સર્જાયો છે. વિરોધ કરનાર સંઘ કહે છે જિલ્લામાં 6 હજારથી વધુ શિક્ષકોના મહેકમમાં માત્ર 2881 શિક્ષકે પરીક્ષા આપી. જ્યારે સમર્થન કરનાર સંઘ કહે છે 3650 શિક્ષક હાજર રહ્યા, શિક્ષણ વિભાગને ચોપડે 3336 શિક્ષક હાજર રહ્યાનું જણાવે છે. આમ પરીક્ષાને લઇને શિક્ષણ જગતની અંદરો અંદરની ખેંચતાણ બહાર આવી હતી.

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજજતા સર્વે અંતર્ગત જુદા જુદા વિષયોનું શિક્ષકોને કેટલું જ્ઞાન છે તેની પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા પહેલા શિક્ષણ સંઘ આમને સામને આવી ગયા હતા. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા શિક્ષકો દ્વારા આ પરીક્ષાનો વિરોધ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા પરીક્ષાનું સમર્થન કરીને વધુમાં વધુ શિક્ષકો પરીક્ષા આપે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમિક પ્રમુખ ભરતસિંહ ચાવડાએ જણાવ્યું કે પરીક્ષામાં વધુ શિક્ષકો આવે તે માટે શિક્ષણ વિભાગે પણ અનેક પ્રયાસ કર્યા હતા.શિક્ષકોને ગાડીઓમાં બેસાડીને પરીક્ષા અપાવી છે. છતાં માત્ર 2881 શિક્ષકે જ પરીક્ષા આપી છે. તે પણ દબાણથી. આમ પરીક્ષા નિષ્ફળ જ કહેવાય.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઇ ભરવાડે જણાવ્યું કે આ પરીક્ષા મરજિયાત હોવા છતાં શિક્ષકોની સારી હાજરી રહી છે. અંદાજે 5600 શિક્ષકમાંથી 3650 શિક્ષકે પરીક્ષા આપી છે. 58 ટકા જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા. જ્યારે શિક્ષણ વિભાગનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે 3336 શિક્ષકે પરીક્ષા આપી છે. જ્યારે 2537 શિક્ષક ગેરહાજર હતા. આમ 2 સંઘ અને શિક્ષણ વિભાગ એમ ત્રણેયાના આંકડા અલગ અલગ આવતા વિવાદ સર્જાયો છે. શિક્ષણ વિભાગે આ બાબતે કાંઇ ન બોલવાનું ઉચિત માની મૌન સેવી લીધું છે.

પરીક્ષાના વિરોધમાં શિક્ષકો, તેમના પરિવારે ઉપવાસ કર્યા
સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રૂપી પરીક્ષાના કારણે આંતરિક રોષ સાથે અપમાનજનક સ્થિતિમાં મુકયા હતા. જેને જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કસોટીનાં વિરોધમાં શિક્ષકોએ ઉપવાસ સાથે પરીક્ષાની બહિષ્કાર કર્યો હતો. આ મામલે 24 ઓગસ્ટે શિક્ષકો અને તેમનાં પરિવારજનોએ ઉપવાસ કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકોની સાથે સૌરાષ્ટ્ર વિભાગ મહિલા પ્રભારી કલ્પનાબેન વાઢેર, રાજ્ય પ્રદેશમંત્રી સહદેવસિંહ ઝાલા ,જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ કટારીયા, સંગઠન મંત્રી જિજ્ઞેશભાઈ આલ, જિલ્લા ઉપાધ્યક્ષ અજીતસિંહ ઝાલા સહિત રાજ્ય સંગઠનના નિર્ણયને આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...