સુરેન્દ્રનગરમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ઘેરાવ દરમ્યાન પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. બાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સુરેન્દ્રનગરના ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના સુશાસના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમૂહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તો બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદે સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં ઘેરાવ દરમ્યાન પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. બાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા સુરેન્દ્રનગરના ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અને બેનરો સાથે દેખાવો કરી રહેલા અંદાજે 100થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની સીટી પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર ઓફિસનો ઘેરાવના કાર્યક્રમના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.