તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ફફડાટનો માહોલ છે. ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પણ કોરોનાએ ચોતરફથી અજગરી ભરડો લીધો છે. આથી, વાંકાનેરમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે વાંકાનેર બાર એસોસિએશન દ્વારા આજે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી 9 દિવસ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
નવ દિવસ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
મોરબી જીલ્લાના વાંકાનેર બાર એસોસિએશન દ્વારા જણાવ્યા મુજબ, વાંકાનેર પંથકમાં હમણાંથી કોરોના સંક્રમણ વધ્યું છે. આથી વાંકાનેરમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે વાંકાનેરના વકીલો સાથે ચર્ચા વિચારણા કરીને વાંકાનેર બાર એસોસિએશન દ્વારા સરકયુલર ઠરાવથી આજે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી નવ દિવસ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
તેમજ વકીલોને અરજન્ટ કાર્યવાહી સિવાય બિનજરૂરી પક્ષકારોને ન બોલાવી કોર્ટ કેમ્પસ છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત નામદાર કોર્ટને પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહિ કરવા કે ક્રિમિનલ કેસોમાં પક્ષકારોના વોરંટ ઇસ્યુ ન કરવાની વિનંતી કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.