સમીક્ષા બેઠક:આદર્શ આચારસંહિતાને લગતી ફરિયાદોની ત્વરિત કાર્યવાહીની સૂચના આપવામાં આવી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર કચેરીએ ચૂંટણી ઓબ્ઝર્વર સાથે સમિક્ષા બેઠક યોજાઇ. - Divya Bhaskar
કલેક્ટર કચેરીએ ચૂંટણી ઓબ્ઝર્વર સાથે સમિક્ષા બેઠક યોજાઇ.
  • ચૂંટણી પંચે નિમેલા ઓબ્ઝર્વર સાથે કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર સાથે સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં મોનિટરિંગ ટીમો, કાયદો અને વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાં તથા આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલ પગલાઓ, ચૂંટણી સંબંધી ફરિયાદોના વ્યવસ્થાપન અને નિવારણ બાબતે ચર્ચા કરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભાની બેઠકોમાટે ચૂંટણી પંચે નિમેલા ઓબ્ઝર્વર સાથે કલેક્ટર કે.સી.સંપટની સમિક્ષા બેઠક યોજી હતી.

જેમાં જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, પાછલી ચૂંટણીમાં થયેલ મતદાન, નવા નોંધાયેલા મતદારો, મતદાન મથકો, એપિકકાર્ડનું વિતરણ, વિશેષ મતદાન મથકોના આયોજનની માહિતી અપાઇ હતી. મતદાનની ટકાવારી વધારવા, આદર્શ આચારસંહિતાના પાલન અર્થે લેવાયેલા પગલા, ફરિયાદો અને કમ્પલેન મેનેજમેન્ટ, C-VIGIL અને DCCમાં આવેલ કોલ અને ફરિયાદોની ચર્ચા- વિચારણા કરાઇ હતી.

જ્યારે જિલ્લામાં FST, SST, VVT સહિતની મોનિટરિંગ ટીમો, કાયદો વ્યવસ્થા અંતર્ગત લેવાયેલ પગલાંઓ, પોલીસ બંદોબસ્તના આયોજન, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સ્ટાફની તાલીમ, પોસ્ટલ બેલેટથી મતદાન વિશે માહિતી મેળવતા જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધકારી પ્રકાશભાઇ મકવાણા, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, નિવાસી અધિક કલેક્ટર દર્શનાબેન ભગલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. કે. મજેતર સહિત જિલ્લાના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...