તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેરબદલી:સુરેન્દ્રનગર જિલ્લાના 96 પોલીસ કર્મીઓનું પ્રમોશન, સિનિયોરીટીના આધારે ઓર્ડરો અપાયા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફરજસ્થળ નથી બદલાયાં : પોલીસવડા

સુરેન્દ્રનગરના પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સિનિયોરિટીના આધારે શુક્રવારે પ્રમોશનના ઓર્ડરો અપાયા છે. જિલ્લા પોલીસ બેડામાં કામ કરતા 36 હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સપેકટર અને 60 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઇ છે.

જિલ્લા પોલીસ બેડામાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ ઘણા સમયથી બઢતીની રાહ જોતા હતા. ત્યારે જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 36 હેડ કોન્સ્ટેબલને આસીસ્ટન્સ સબ ઇન્સપેકટર અને 60 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયા છે. જેમાં જોરાવરનગર પોલીસ મથકના ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ, એલસીબીના જુવાનસંગ મનુભાઇ, નીકુલસિંહ ભુપતસિંહ, એસઓજીના રવીકુમાર રાણાભાઇ, ધ્રાંગધ્રા સીટીના પરાક્રમસિંહ ધર્મેન્દ્રસિંહ સહિતના હેડ કોન્સ્ટેબલને એએસઆઇ બનાવાયા છે. જયારે એ ડીવીઝનના અમરદીપસિંહ રાજેન્દ્રસિંહ, અમીતભાઇ જગદીશભાઇ, એસઓજીના જયરાજસિંહ પુષ્પેન્દ્રસિંહ, જોરાવરનગરના લત્તાબેન જગદીશભાઇને પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોટ કરાયા છે. કર્મચારીઓ હાલ જયાં ફરજ બજાવે છે ત્યાં જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો