પ્રતિબંધ:જિલ્લામાં સાંજના 6થી સવારના 6 સુધી રેતીના વેચાણ-હેરાફેરી પર 20 એપ્રિલ સુધી પ્રતિબંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિના સમયે થતા રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદાર ગામ લોકો સાથે સંઘર્ષમાં ઊતરવું પડે છે. નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડરો, રેતી સ્ટોક પરવાનેદાર સાથે અવાર-નવાર ઘર્ષણ થતું હોવાથી રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવે છે.

બીજી તરફ રાત્રિના સમયે રેતીનું વેચાણ થવાથી અંધારાનો ગેરલાભ લઈ ગેરકાયદે રેતી વહનની પ્રવૃતિને મોકળું મેદાન મળે છે. આથી ગેરકાયદે રેતીનું વહન અટકે, શાંતિ અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે માટે જાહેર જનતાના હિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના સમયે રેતી સ્ટોકનો પરવાનો ધરાવનાર દ્વારા થતાં રેતીના વેચાણ ઉપર નિયમન કરવું જરૂરી બન્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ઝાલા દ્વારા તા.20-4-2022 સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં સાંજના 6 કલાકથી સવારના 6 કલાક સુધી રેતીનું વેચાણ, રેતીના ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવી છે. અને રેતી ખનન સમયે તેમજ અન્ય તમામ કાયદા-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું હતું. આથી પ્રતિબંધનુ ઉલ્લંઘન કરનાર કે કરાવનારને 3 માસ સુધી કેદની સજા થવાની સાથે દંડને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...