વિધાનસભા સામાન્ય ચૂંટણી:ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કેયુર. સી. સંપટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિધ નિયંત્રણો મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી જરૂર
આ જાહેરનામાં અનુસાર કોઈપણ રાજકીય પક્ષો/ ઉમેદવારો/ રાજકીય કાર્યકરો/ સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં, તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા અને ફરતા વાહનો પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવવાની રહેશે. આ ઉપરાંત સરકારી ફરજ પરના વાહનો અને મદદનીશ ચૂંટણી અધિકારી અથવા સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી મેળવેલા વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ 188 તથા 171 (ઝ) મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. 10/12/2022 સુધી અમલમાં રહેશે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 ચૂંટણી ફરજ માટે નિયુક્ત થયેલા અઘિકારીઓ /કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યમાં જ્યારે ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા કે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તથા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થાય ત્યારે મેજિસ્ટ્રીયલ પાવર ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફિસરઓ, વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ અધિકારીઓ, ફ્લાઈંગ સ્કવોડ તથા સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત તથા જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 21 મુજબ મળેલી સત્તાની રૂએ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના કલમ- 44, 103, 104, 129 અને 144 અંતર્ગત મળતા વિવિધ અધિકારો વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે એનાયત કરતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...