નિર્ણય:સાંજે 6થી સવારના 6 સુધી રેતીના હેરાફેરી પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ગેરકાયદેસર રેતી વહનના લીધે રાત્રે થતાં અકસ્માત અટકાવવા લેવાયો નિર્ણય
  • જાહેરનામાનો ભંગ કરનાર અથવા કરાવનાર દંડાશે

સુરેન્દ્રનગર જિલ્લાના રેતીના ખનન કરનારા પરવાનેદારો અને ગેરકાયદેસર ખનીજ વહન કરનારા ડમ્પર, ટ્રક વગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઇવે તેમજ કાચા પાકા રસ્તા થકી થાય છે. જેના કારણે રાત્રી દરમિયાન જાહેર અવરજવર કરતી વ્યક્તી કે પશુઓ વગેરે સાથે અકસ્માત થવાના બનાવો વધવા પામેલ છે. જ્યારે રાત્રી દરમિયાન રેતીના વેચાણ થવાના કારણે ગેરકાયદેસર ખનન કરનાર પણ અંધારાનો ગેરલાભ લઇ રાત્રી દરમિયાન રેતીનું વેચાણ વહન કરવાની પ્રવૃતિ વધારે થતા સરકારી તીજોરીને નુકશાન થાય છે.

જ્યારે ગેરકાયદેસર ખનને કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદારોને ગામલોકો સાથે સંઘર્ષમાં ઉતરવુ પડે છે. જેથી નાગરિકો દ્વારા રેતીલીઝ હોલ્ડરો અવારનવાર રજૂઆત ફરિયાદો પણ ઉઠી છે.આથી ગેરકાયદેસર રેતીનું વહન અટકે, રસ્તાઓ પર અકસ્માત ન થાય માટે જનતાના હિતમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ તેમને મળેલ સત્તાની રૂએ જિલ્લામાં 28-11-21 સુધી સાંજે 6 થી સવારે 6 સુધી પ્રતિબંધ મુકેલ હોવાથી રેતી વેચાણ કે હેરાફેરી પર કાયદાથી પ્રતિબંધ મુકેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર-કરાવનાર શખ્સ 3 માસ સુધી કેદની સજા તથા દંડને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...