આવેદન:પાણીના પાઉચનું ઉત્પાદન, વેચાણ કરવા છૂટ આપો: વેપારીઓ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે પ્રમાણિત કરેલા

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીના પાઉચ ઉત્પાદન કરતા વેપારીઓએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જિલ્લામાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણિત કરેલા પાણીના પાઉચનું ઉત્પાદન અને વેચાણ કરવાની છૂટ આપવા માગ કરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં પાણીના પાઉચનું ઉત્પાદન કરતા વેપારી સી.વી.પટેલ, કે.વી.જોષી સહિત વેપારીઓએ સાંસદ, ધારાસભ્યને સંબોધતું આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ પાણીના પાઉચના ઉત્પાદનનો ઉદ્યોગ એ લધુઉદ્યોગમાં આવે છે.

જેના માટે બેન્કમાંથી લોન લઇ સ્થાપિત કરેલા આ ઉદ્યોગને 2 વર્ષથી કોરોના મહામારીના લીધે ફટકો પડ્યો છે. જેથી બેન્કના લોનના હપ્તા વેપારીઓને ભરવામાં મુશ્કેલી થઇ રહી છે. આ લધુઉદ્યોગથી કારખાનામાં કામ કરતા કારીગર અને બજારમાં પાઉચ વેચાણ કરતા લોકોને રોજગારી પૂરી પાડે છે. પાઉચ વેચાણ બંધ કરવાથી આ લોકોની રોજીરોટી પણ છીનવાઇ જવાનો ભય છે. હાલના સંજોગોમાં ઉત્પાદકો પાસે કાચો માલ તૈયાર માલનો સ્ટોક હોવાથી પાઉચ બંધ કરવાના નિર્ણયથી નુકસાન પણ થાય તેમ છે. આથી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે પ્રમાણિત કરેલા પાણીના પાઉચનું ઉત્પાદન અને વેચારણ કરવા છૂટ આપવા માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...