સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી દ્વારા ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તથા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસના હસ્તે બ્રાઉન ઘી પેકિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સુરસાગર ડેરી દ્વારા દૂધ-છાશ ઉપરાંત મસાલા છાશ, લાઈટ દહીં, મસ્તી દહીં તેમજ અમુલ રબડી ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘીનું ઉત્પાદન કરી અને પેકિંગ શરૂ કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ સાહેબ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા તથા સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, જેસીંગભાઇ ચાવડા તથા ગોપાલભાઈ મુંધવા વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઘી સામાન્ય રીતે ઊંચા તાપમાને બનાવવામાં આવે છે. બ્રાઉન ઘીનો સ્વાદ અને સુગંધ સામાન્ય ઘી કરતાં ખુબ સારો આવે છે. બ્રાઉન ઘી હાલમાં ફક્ત ગુજરાતમાં આણંદની અમુલ ડેરીમા જ બને છે. ત્યાર બાદ બીજા નંબરે સુરસાગર ડેરીમાં બનાવવાનું ચાલુ કર્યું છે.
બ્રાઉન ઘીનો વધુ પડતો વપરાશ દક્ષિણ રાજ્યોમાં જેવા કે તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં વધારે થાય છે. બ્રાઉન ઘીનું પેકિંગ પેટ જારમાં કરવામાં આવે છે. જે 200ml, 500ml, 1 લિટરમાં ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.