નિર્ણય:કલેક્ટર કચેરીમાં યોજાયેલી લેન્ડ ગેબ્રિંગ અંગેની બેઠમાં 15 અરજી અંગે કાર્યવાહી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઇ હતી.
  • 11 અરજી દફ્તરે કરવાનો સર્વાનુમતે નિર્ણય, 4 અરજી વિશેષ તપાસ માટે અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેબ્રિંગ કાયદા અંગેની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ભરમાંથી આવેલી 15 અરજી હાથ પર લઇ કાર્યવાહી કરાઇ હતી. જેમાં 11 અરજીને સર્વાનુમતે દફ્તરે કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે 4 અરજી વિશેષ તપાસ માટે આપવામાં આવતા નિર્ણય બાકી રાખવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે જમીનો પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડક કાર્યવાહી માટે ધ ગુજરાત લેન્ડ ગેબ્રિંગ એક્ટ-2020 અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત 6 ઓક્ટોબર બુધવારે કલેક્ટર કચેરી સભાખંડમાં કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને લેન્ડ ગેબ્રિંગ કાયદાની બેઠકનું આયોજન કરાયું હતું.

જેમાં લેન્ડ ગેબ્રિંગની કાર્યવાહી માટે જિલ્લામાંથી આવેલી અરજીઓના તપાસ અધિકારીઓએ તરફથી આવેલા તપાસ અહેવાલ મેળવી 15 અરજીની હાથ પર લેવાઇ હતી. જેમાંની 11 અરજીને દફતરે કરવા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો.

સૌથી વધુ સાયલાની 6, સૌથી ઓછી દસાડા તાલુકાની 1 અરજી
સાયલા તાલુકાની 6 અરજી, મૂળી તાલુકાની 4, દસાડા તાલુકાની 1 અરજી એમ કુલ મળી 11 અરજીને દફ્તરે કરવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે. જ્યારે ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકાની 2-2 અરજી મળી કુલ4 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે.

જિલ્લામાંથી 209 અરજી આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં આવ્યાને અત્યાર સુધીમાં કુલ 209 અરજીઓ આવી છે, જેમાંથી કુલ 190 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને 19 અરજીઓ પર નિર્ણય કરવાનો બાકી છે. નિકાલ થયેલી અરજીઓ પૈકી 9 અરજીઓને ગુનો દાખલ કરવાની પરવાનગી આપવામાં આવી છે, જ્યારે 181 અરજીઓને દફતરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...