સમસ્યા:વઢવાણ ગણપતિ ફાટસર પાસે વારંવાર ફાટક બંધ થવાથી ટ્રાફિકજામની સમસ્યા

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરાત 4 વર્ષ પહેલાં થઇ હતી
  • હાલ માલગાડીઓ સહિત 22થી વધુ ટ્રેન આ પાટા પરથી પસાર થાય છે

વઢવાણ ગણપતિ ફાટસર પાસેની ફાટક પર દિવસે દિવસે ટ્રેનોની સંખ્યા વધતા હાલ માલગાડીઓ સહિત 22થી વધુ ટ્રેન આ પાટા પર પસાર થાય છે. જેની સામે વારંવાર ફાટક બંધ રહેવાથી ટ્રાફિક જામની સમસ્યાઓથી લોકો પરેશાન થઇ ગયા છે. બીજી તરફ વઢવાણ ગણપતિ ફાટસર પાસે રૂ. દોઢ કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવાની જાહેરાત થઇ હતી. પરંતુ 4 વર્ષ થવા છતા રાહદારીઓ, વાહનચાલકો અને રહીશો આ અંડરબ્રિજના સ્વપ્ના જોતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

વઢવાણ શહેરનો વસ્તી સાથે વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે ગણપતિ ફાટસર વિસ્તાર પાસે ફાટક નં. 108/એ.બી. આવેલી છે. આ ફાટકના પાટા પરથી દિવસે દિવસે માલગાડી તેમજ ટ્રેનોની સંખ્યા વધતા 22થી વધુ ટ્રેન પસાર થઇ રહી છે. જેના કારણે દિવસ-રાત દરમિયાન ફાટક બંધ થવાની પણ સંખ્યા વધતા ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન થતા હોવાની રાવ ઊઠી છે. કારણ કે વિસ્તારમાંથી ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ રેલવે લાઇન પસાર થાય છે. અને રાજકોટ બાયપાસ પણ પસાર થતો હોવાથી આ ફાટક પર નાના-મોટા વાહનોની સંખ્યા પણ વધતા વાહનોનો પણ ટ્રાફિકજામમાં જમાવડો થાય છે.

અન્ય સમાચારો પણ છે...