તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠ શિક્ષક:સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ
  • સુરેન્દ્રનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ચાર શિક્ષકનોને સન્માનિત કરવામાં આવ્યા હતા

ડો.રાધાકૃષ્ણ સર્વપલ્લીની 134મી જન્મ જયંતિ છે.ત્યારે આજના દિવસને "શિક્ષક દિન" તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગરમાં મૈત્રી વિદ્યાલય ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. સુરેન્દ્રનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ચાર શિક્ષકનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જીલ્લા કક્ષાના ત્રણ અને એક શિક્ષક તાલુકા કક્ષાનું સન્માન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં છ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજ જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સન્માન થયેલા શિક્ષકોને શુભેચ્છાઓ પણ આપી હતી. જ્યારે મંત્રીએ પણ પોતાના વક્તવ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સારું શિક્ષણ મળી રહે તે માટે કાર્ય કરી રહી છે. અને આજના ડીઝીટલ યુગમાં પણ ઓનલાઈન થકી પણ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે શિક્ષકો પણ પોતાની ફરજ બજાવે છે. અને બાળકોને યોગ્ય શિક્ષણ આપે છે. ત્યારે સરકારની વિવિધ યોજનાઓ થકી પણ બાળકોને પૂરતું માર્ગદર્શન મળે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ ભાજપના આગેવાન સહિત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણા અધિકારી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...