રોષ:STનું ખાનગીકરણ, વિવિધ મુદ્દે 23 સપ્ટેમ્બરે જિલ્લાની તમામ બસોનાં પૈડાં થંભી જશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસટીના ત્રણેય સંગઠનો લડાયક મૂડમાં, 700થી વધુ કર્મી હડતાલમાં જોડાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીના ત્રણ સંગઠનો એસટીના ખાનગીકરણ તેમજ વિવિધ માગણીઓને લઇને લડાયક મૂડામાં આવી ગયા છે. જેના પગલે તા. 22ની મધ્યરાત્રિએ એટલે આગામી તા. 23 સપ્ટેમ્બરે જિલ્લાની 160થી વધુ એસટી બસોના પૈડાઓ થંભી જવાનો ઘાટ સર્જાયો છે. સમગ્ર ગુજરાતમાં એસટીના ત્રણેય સંગઠનો વિવિધ માંગણીઓ અને એસટીના ખાનગીકરણને લઇને લડાયક મૂડમાં આવીને આગામી સમયમાં હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી ડિવીઝન દ્વારા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા ડેપોમાંથી એસટી બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.ત્યારે કર્મચારીઓને છેલ્લા લાંબા સમયથી નહી મળેલુ મોંઘવારી ભથ્થુ, 7માં પગારપંચનો ત્રીજો હપ્તો, ડ્રાઇવર-કંડકટરને વર્ગ-3માં લઇ 1900 ગ્રેડ પે મુજબ તેઓને પગાર ભથ્થા ચૂકાવવા, વારસદારના કર્મીઓના બાળકોને સમાવવા, હાલ એસટીની ખાનગીકરણ સહિત 23 જેટલી માંગણીઓને લઇને જિલ્લાના એસટીના ભારતીય મઝદુર સંઘ, કર્મચારી મંડળ તેમજ વર્કસ ફેડરેશન આ એસટીના માન્ય ત્રણેય યુનિયનો દ્વારા હડતાલની ચીમકી આપવામાં આવી છે.

ખાનગીકરણને લઇને મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને આ બાબતે ભવિષ્યમાં ઘણુ બધુ નુકસાન જાય તેમ છે. આથી લોકો તેમજ વિદ્યાર્થીઓના હિતમાં સરકાર સામ આ ત્રણેય યુનિયનોએ ગુજરાત કક્ષાએ જો પોતાની આ માગણીઓ તા.22-9-2021 સુધીમાં માનવામાં નહીં આવે અને સરકાર તરફથી માંગણીઓ મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. 22-9-2021ની મધ્યરાત્રીએ 00.00 કલાકે એટલે કે તા. 23-9-2021થી જિલ્લાના એડીએમ, ડ્રાઇવર-કંડકટરો, વર્કશોપ સહિતના 700થી વધુ કર્મીઓ હડતાલમાં જોડાશે. જેના કારણે આગામી જિલ્લાના ચાર ડેપોમાંથી દોડતી અંદાજે 160થી વધુ બસોના પૈડાઓ થંભી જશે.

ધ્રાંગધ્રા એસટીના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને આવેદન પત્ર
ધ્રાંગધ્રા એસટી ડેપોના ત્રણેય સંગઠનો દ્વારા કર્મચારીઓના લાબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોને વિવિધ પ્રકારની માંગણીઓ કર્મચારીઓ હક્ક આપવા, પગાર વધારવા સહિતની 18 માગણીઓને લઈને ડેપો મેનેજર ધ્રાંગધ્રાને આવેદન પત્ર આપ્યું હતું. માગણી નહી સંતોષાય તો હડતાલ સહિત આંદોલનના કાર્યક્રમ યોજાશેની ચીમકી આપી હતી. એસટીનાં અજયસિંહ ઝાલા, શિવરાજસિંહ ઝાલા, વિપુલભાઈ જાદવ, જયેશભાઈ મોડીયા સહિત મોટી સંખ્યામાં એસટીના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...