ધરપકડ:પેરોલ પરથી ફરાર કેદી સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અબ્દુલ મિયાણા - Divya Bhaskar
અબ્દુલ મિયાણા
  • કોરોના નેગેટિવ આવતા રાજકોટ જેલ મોકલાયો

સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં સજા પામેલ પાકા કામનો કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પરથી ફરાર થઇ ગયો હતો. જેને બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ સુરેન્દ્રનગર ટીમે સુરેન્દ્રનગરમાંથી ઝબ્બે કરી કોરોના નેગેટિવ આવ્યા બાદ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.આથી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટીમ બનાવી સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં પ્રયત્ન હાથ ધર્યા હતા.

તે દરમિયાન સુરેન્દ્રનગર મેઇન પોસ્ટ ઓફિસ પાસેથી એક શખ્સને પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં તે ટાવર પાસે મિયાણાવાડ સુરેન્દ્રનગરનો અબ્દુલભાઇ ઇશાકભાઇ મીયાણા હોવાનું અને સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના બાળાત્કારના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા પામેલ પાકા કામનો કેદી હોવાનું ખૂલ્યું હતું. 1-4-21થી 16-4-21 14 દિવસના પેરોલ રજા પર છૂટી રજા પૂરી થયે જેલમાં હાજર ન થઇ ફરાર હોવાનું ખૂલ્યું હતું.

આથી તેની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવી નેગેટિવ આવતા પોલીસ જપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ સોંપી દેવાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ જે.એસ.ડેલા, એ.એસ.આઇ નરપતસિંહ, મહિપતસિંહ, અસ્લમખાન, ભરતસિંહ, સનતભાઇ સહિત પેરોલ ફર્લો ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...