કામગીરી:NOC વગરની શાળાઓમાં આચાર્યની ચેમ્બર સીલ, સુરેન્દ્રનગરની 6 ખાનગી શાળામાં ફાયર સુવિધાના અભાવ સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા વિસ્તારમાં આવતી શાળાઓને પાલિકાએ ફાયર એનઓસી મેળવવા જાણ કરી હતી. છતાં એનઓસી ન લીધેલી શાળાઓને સિલ મારી દેવાની કાર્યવાહી કરાઈ હતી. સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા વિસ્તારમાં આવતી શાળાઓ, હોસ્પિટલો, કોલેજોને અગાઉ ફાયર એનઓસી અને બીયુ પરમિશન મેળવી લેવા પાલિકા તરફથી નોટિસ અપાઇ હતી.

ચીફ ઓફિસર અને ફાયર ઓફિસર દિક્ષિત પટેલ અને ફાયર વિભાગ ટીમે વધુ કાર્યવાહી હાથ ધરતા શહેરની 6 ખાનગી શાળા જેમણે બીયુ અને ફાયર સેફ્ટી પરમિશન મેળવી હોય તેવી સંસ્કારતીર્થ, કોઠારી શાળા, અંકુર વિદ્યાલય, આરપીપી સ્કુલ,ગીતાંજલી શાળા,કલ્પવૃક્ષ શાળામાં જ્યાં ફાયર સેફ્ટીના જરૂરી સાધન ન હોય તેવા પ્રિન્સિપાલ રૂમ, અગત્યના રૂમોને સિલ મારી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...