રોષ:નોટરી એક્ટમાં કરાતા સુધારાને સંસદમાં પાસ થતો અટકાવો: નોટરી એસોસિયેશન

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર નોટરી એસોસિયેશન દ્વારા કેન્દ્રીય મંત્રી અને સાંસદને લેખિત રજૂઆત કરી હતી. જેમાં સંસદમાં નોટરી એક્ટમાં કરવામાં આવતા સુધારાને અટકાવવા માગ કરી હતી. જો તેમ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાને સુરેન્દ્રનગર નોટરી એસોસિયેશનના પ્રમુખ રવિન્દ્રસિંહ ચુડસમા, ઉપપ્રમુખ પ્રિતિબેન મહેતા, સેક્રેટરી જે.કે.દવે, જોઇન્ટ સેક્રેટરી રાકેશકુમાર શ્રીમાળીએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા નોટરીના કાર્યકાળ માટે કાયદામાં સુધારો કરવાના બિલનો વિરોધ કરવામાં આવ્યો. નવા સુધારેલ કાયદા મુજબ નોટરીનો કાર્યકાળ મર્યાદિત 15 વર્ષનો કરવામાં આવવાની હિલચાલનો વિરોધ કર્યો હતો. સુધારેલ કાયદાનો અમલ આવવાથી અનેક વર્ષો જૂના નોટરીની હાલત કફોડી બનવાની શક્યતાઓને પગલે રજૂઆત કરાઈ હતી.

પ્રમુખ રવિન્દ્રસિંહે જણાવ્યું કે નોટરી એકટ 1952 કલમ-5માં સુધારો તમામ નોટરીએ બધાને 70થી 75 હજાર નોટરી સમય મર્યાદા અવિરત હતી. હવેનો સુધારો જે નોટરીનું લાઈસન્સ 15 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી શકાશે. જો આમ થાય તો જે વકીલોનું નોટરીના કામમાં વ્યસ્ત રહેતા હોવાથી કોર્ટ પ્રેક્ટિસ છૂટી ગઇ હોય છે. આ સુધારો થાય તો 15 વર્ષ બાદ ફરી તેમને પ્રેક્ટિસ શરૂ કરવા અંગે સમસ્યા થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...