સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારીની સાથે ખાનગી જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે સરકારે 2 વર્ષ પહેલાં અમલી બનાવેલા લેન્ડ ગ્રેબિંગ કાયદામાં જિલ્લામાં કુલ 3.26.820 ચો.મી જમીન પચાવવાના બનાવમાં કુલ 23 શખસ સામે ગુના દાખલ કરાયા છે. જ્યારે 364 અરજી દફતરે કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લેન્ડગ્રેબીંગના કાયદાના કડક અમલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.
જેમાં જે લોકોની જમીન પચાવી પાડવામાં આવી હોય તેમની અરજીઓ મગાવવામાં આવી હતી. અરજી મળ્યા બાદ કલેક્ટર કક્ષાએ સમયાંતરે મીટિંગ બોલાવવામાં આવતી હતી. જેમાં બંને પક્ષને હાજર રાખી પુરાવાઓ તપાસવામાં આવતા હતા. જેમાં તપાસની જરૂર જણાય તેવા કિસ્સાઓમાં તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. 2 વર્ષમાં જિલ્લામાં કુલ 441 લેન્ડ ગ્રેબિંગ માટેની અરજીઓ આવી હતી. જેમાં તપાસને અંતે 364 અરજીને દફતરે કરવામાં આવી હતી. જ્યારે 23 અરજીમાં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને 28 અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે.
જે 23 કેસમાં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં કુલ 3.26.8.20 ચો.મી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો બે વર્ષ પહેલા અમલમાં આવ્યો છે. જ્યારે આ 2 વર્ષમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેનું પ્રમાણ જોતા 2 વર્ષના 24 મહિના થાય અને જિલ્લામાં 24 મહિનામાં લેન્ડ ગ્રેબિંગના 23 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે જોતા દરેક એકાદ મહિને જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાનું કહી શકાય. જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબીંગના 5 ગુના વઢવાણ અને ધ્રાંગધ્રામાં નોધાયા છે.
તાલુકાનુંનામ | કુલ અરજી | જમીનનો વિસ્તાર | દફતરે | ગુનો નોંધવા નિર્ણય | જમીન વિસ્તાર | પેન્ડિંગ અરજી |
લીંબડી | 27 | 1,98,498 | 23 | 2 | 49,724 | 2 |
સાયલા | 48 | 6,38,460 | 42 | 3 | 1,59,678 | 3 |
ચૂડા | 34 | 10,40,536 | 31 | 1 | 67 | 2 |
ચોટીલા | 53 | 5,51,499 | 44 | 1 | 13,152 | 8 |
મૂળી | 42 | 4,35,764 | 39 | 2 | 8328 | 1 |
થાન | 15 | 1,13,547 | 14 | 0 | 0 | 1 |
વઢવાણ | 46 | 2,94,197 | 37 | 5 | 17,353 | 4 |
લખતર | 12 | 2,13,552 | 11 | 0 | 0 | 1 |
ધ્રાંગધ્રા | 65 | 7,58,675 | 58 | 5 | 65,574 | 2 |
પાટડી | 41 | 4,51,195 | 38 | 0 | 0 | 3 |
સુ.નગર સીટી | 31 | 40,856 | 27 | 4 | 12,934 | 0 |
કુલ | 414 | 4,36,779 | 364 | 23 | 3,26,810 | 27 |
ગુજરાત લેન્ડ ગેબ્રિંગ એક્ટ 2020માં પાસ કરાયો હતો
મહેસૂલ વિભાગે ગુજરાત લેન્ડ ગેબ્રિંગ પ્રોહિબિશન વિધેયક 2020માં પાસ કર્યું હતું. જેમાં જો કોઇ વ્યક્તિ જમીન પચાવી પાડે તથા જો કોઇ કંપની સામેલ હોય તો કંપનીના પ્રભારીને આ કાયદા મુજબ ગુનો નોંધાશે.
કેવી રીતે અરજી કરી શકાય
અરજદારે કલેક્ટરને અરજીમાં સહી કરી નામ-સરનામું પ્રતિવાદીના નામ-સરનામા, પચાવી પડેલ જમીનનું ગામ-શહેર, જિલ્લા સરવે નંબર સહિતની માહિતી તથા જંત્રીની કિંમતની વિગતો રજૂ કરવા સાથે તમામ દસ્તાવેજોના દરેક પાના પર સહી કરી 3 નકલમાં અરજી કરવાની. જેના માટે રૂ.2000 ફી ઇલેક્ટ્રોનિકસ માધ્યમથી ભર્યા બાદ કલેક્ટર અધિકારીને તપાસ સોંપે છે. 21 દિવસમાં અધિકારી અહેવાલ રજૂ કરે જેના આધારે તપાસ બાદ જો ગુનો પ્રસ્થાપિત થાય તો એફઆઇઆર નોંધાય છે.
ગુનેગાર સાબિત થાય તો 10થી 15 વર્ષ સુધીની કેદ અને શિક્ષાત્મક દંડની સજાની જોગવાઇ
ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ 2020ની જોગવાઇ મુજબ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી અંગે ગુનો દાખલ થાય છે. જો ગુનો સાબિત થાય તો ગુનેગાર તથા વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પૂરું પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ 10 થી 15 વર્ષ સુધીની કેદ અને જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.