સંસ્કૃતિની સાચવણી બદલ સન્માન:લીંબડી રાણાગઢની પઢાર રાસ મંડળીને પઢાર મંજીરા નૃત્ય ટકાવી રાખવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2006ના વર્ષમાં આ લોકનૃત્ય સમગ્ર ભારતમાંથી લુપ્ત થવાના આરે હતુ તે સમયે રાણાગઢની પઢાર રાસ મંડળીએ નૃત્ય ટકાવી રાખવા નવી રાહ ચીંધી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામા રાણાગઢ નામનુ એક ગામ આવેલુ છે. આમતો સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાનો વિસ્તાર એટલે રાણાગઢ ગામ ગણી શકાય. ત્યારે આ રાણાગઢ ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી, ખેત મજૂરી અને પશુપાલન છે. ત્યારે ખાસ કરી રાણાગઢ ગામમા પઢાર સમાજ પણ વસવાટ કરે છે. તેને રાણાગઢ ગામનો તાલુકો લીંબડી લાગે, પરંતુ વિધાનસભાના મત વિસ્તારમા રાણાગઢ ગામ પાટડી મત વિસ્તારમાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાનો છેવાડાના ગામો પૈકીનું એક ગામ રાણાગઢ ગણી શકાય.

ત્યારે આ નાના એવા રાણાગઢ ગામે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. ત્યારે રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાણાગઢ ગામમાં હરિભાઈ લાલાણી પોતે શિક્ષકના વ્યવસાયમાં જોડાયેલા છે. પરંતુ કલા પ્રત્યે તેમનો પ્રેમ અવિરત છે. ત્યારે તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પોતે શિક્ષકના વ્યવસાય ઉપરાંત પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી પણ ગામમાં તે ચલાવી રહ્યા છે. અને નૃત્ય રાસ મંડળીનું અસ્તિત્વ તેમના દ્વારા ટકાવવામાં આવ્યું છે.

ખાસ કરીને પઢાર મંજીરા નૃત્ય એ વર્ષો જૂનું નૃત્ય અને કલાનો એક ભાગ છે. અને રાણાગઢ ગામે આવેલી પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા પરંપરાગત રીતે છેલ્લા 80 વર્ષથી આ નૃત્યકલા કરવામાં આવી રહી છે. ત્યારે એક સમય 2006માં એવો આવ્યો કે, સમગ્ર ભારતમાંથી પઢાર મંજીરા નૃત્યની કલા લુપ્ત થવા લાગી. અને તે પઢાર સમાજનો યુવા વર્ગ છે, તે આ નૃત્ય જાણે ભૂલી ચૂક્યો હોય તેવો સમય 2006માં આવ્યો. પરંતુ લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વસવાટ કરતા હરિભાઈ દ્વારા આ કલા લુપ્ત ન થાય અને ભારત દેશમાં આ કલાનું નામ જળવાઈ રહે તેવા પ્રયાસ હાથ ધરી અને રાણાગઢ ગામે 22 લોકોની મંડળી સ્થાપવામાં આવી અને આ નૃત્ય યુવા વર્ગ સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. થોડા વર્ષોમાં પઢાર સમાજના યુવકો પણ આ મંડળી સાથે જોડાયા હતા. અને જે પરંપરાગત બધા સમાજનું મંજીરા નૃત્ય છે.

તેના કલા વિશે માહિતગાર પણ થયા હતા. એટલે જે આ કલા 2006ના વર્ષમાં લુપ્ત થવાની હતી. પરંતુ હરિભાઈએ આ કલાનો વારસો યુવા વર્ગને પણ આપ્યો અને આ કલા પઢાર સમાજમાં ટકી રહી હતી. ત્યારે આ કલા ભારતમા ટકાવી રાખવા બદલ હરિભાઈ અને તેમની મંડળીનું રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું છે. અને કલા ક્ષેત્રે હજુ પણ પઢાર સમાજના વધુને વધુ યુવકને આ કલા વિશે માહિતગાર કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

જવાહરલાલ નહેરૂ તેમજ અનેક રાષ્ટ્રપતિ સમક્ષ મંજીરા નૃત્યની કલા બતાવી ચૂક્યા છે
સુરેન્દ્રનગરની લીંબડી નજીક રાણાગઢ ગામ આવેલું છે. ત્યાં ખાસ કરી પઢાર સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે પઢાર સમાજનું મુખ્ય નૃત્ય એ મંજીરા નૃત્ય છે. અને આ વર્ષો જૂની રાણાગઢ ગામેથી મંજીરા નૃત્યની કલા બહાર આવી રહી છે. ત્યારે 80 વર્ષથી આ કલા રાણાગઢ ગામના લોકોમાં વિકસિત હોય તેવું વડવાઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને રાણાગઢ ગામની જે પઢાર મંડળી આવેલી છે, તે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમજ અનેક રાષ્ટ્રપતિ સમક્ષ પણ રાણાગઢ ગામની પઢાર મંડળી દ્વારા મંજીરા નૃત્યની લોકકલા દેખાડવામાં આવી છે. પરંપરાગત રીતે રાણાગઢ ગામે મંજીરા નૃત્યની લોકકલા પઢાર સમાજને લોક વારસામાં મળી રહી છે. અને હાલની પરિસ્થિતિ મુજબ પણ રાણાગઢ ગામના 22 યુવકો દ્વારા આ લોકનૃત્યની મંડળી ચલાવી અને પઢાર મંજીરા નૃત્ય કલાને ટકાવી રાખવામાં આવી છે.

80 વર્ષ જૂની આ નૃત્ય કલા ભારતભરમાંથી લુપ્ત થવાના આરે હતી
80 વર્ષથી પઢાર સમાજ દ્વારા પઢાર મંજીરા નૃત્યની લોકકલા કરવામાં આવી રહી છે. ત્યારે 2006નો વર્ષનો સમય એવો આવ્યો કે, સમગ્ર ભારતમાંથી આ કલા લુપ્ત થઈ ગઈ હતી. ફક્ત રાણાગઢ ગામના યુવકોને પરંપરાગત રીતે આ કલા વારસામાં મળી, ત્યારે ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિભાઈએ ગામના યુવા વર્ગને આ મામલે પ્રેરિત કર્યા હતા. અને આ કલાક ઉપર હાથ અજમાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું અને ફરીથી સમગ્ર દેશમાં રાણાગઢ ગામની રાસ મંડળીએ પઢાર મંજીરા નૃત્યની લોકકલાને ટકાવી રાખી ત્યારે આ બાબતની જાણ રાષ્ટ્રપતિને થતા રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અને ધરજીયા શંકરભાઈ હકાભાઇનું સન્માન પણ કરવામાં આવ્યું છે.

કલા મહાકુંભમાં પણ નૃત્ય રાસ મંડળી રાજ્ય લેવલે પ્રથમ આવી હતી
સુરેન્દ્રનગરના નળકાંઠાના રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા કલાનો વારસો ટકાવી રાખવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 80 વર્ષથી આ કલા અવિરત રીતે પરંપરાગતરીતે શરૂ રાખવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા જે કલા મહાકુંભનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. ત્યારે રાણાગઢ ગામની આ મંજીરા નૃત્ય રાસ મંડળી પણ આ કલા મહાકુંભમાં ભાગ લઈ અને પોતાની કલાનો બેનમુન નજારો લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. ત્યારે આ મામલે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી એ પ્રથમ ક્રમાંક મેળવી અને ત્યાં પણ રાણાગઢ ગામનું નામ રોશન કર્યું હતું. જે બદલ સરકાર દ્વારા તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ નૃત્ય નિહાળી ચુક્યા છે
રાણાગઢ ગામના પઢાર સમાજ દ્વારા પઢાર મંજીરા નૃત્યની કલા અને વારસો ટકાવી રાખવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને રાણાગઢ ગામના 22 લોકો દ્વારા આ મંડળી ચલાવવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ મંડળીનું નૃત્ય નિહાળી ચૂક્યા છે. અને રાણાગઢ ગામની પઢાર મંજીરા નૃત્ય રાસ મંડળી દ્વારા પોતાની કલાનો બેનમુન નજારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કલા જોઈ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ મંજીરા નૃત્ય રાસ મંડળીના ખેલૈયાઓની કલાને બિરદાવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...