તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Present Collector Cleared The Past Garbage In Surendranagar Collectorate, 6 Tractors Filled The Garbage And Cleaning Work Of Collector Office Was Carried Out.

નવા કલેક્ટરે ચાર્જ સંભાળ્યો:સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં ભૂતકાળનો કચરો વર્તમાન કલેક્ટરે સાફ કરાવ્યો, 6 ટ્રેક્ટર ભરી કચરો કાઢી અને કલેકટર ઓફીસની સફાઈ કામગીરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં ભૂતકાળનો કચરો વર્તમાન કલેક્ટરે સાફ કરાવ્યો, 6 ટ્રેક્ટર ભરી કચરો કાઢી અને  કલેકટર ઓફીસ ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી - Divya Bhaskar
સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં ભૂતકાળનો કચરો વર્તમાન કલેક્ટરે સાફ કરાવ્યો, 6 ટ્રેક્ટર ભરી કચરો કાઢી અને કલેકટર ઓફીસ ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી
  • સુરેન્દ્રનગરમાં સીટી મામલતદાર ઓફીસે શહેરીજનોને એક જ દિવસમાં આવકના દાખલા આપી દેવા માટે મામલતદારને સૂચના આપવામાં આવી
  • આ ઉપરાંત જનસેવા કેન્દ્રમાં જિલ્લા કલેક્ટરે અરજદારોની મુલાકાત લઇ અને તેમને પડતી હાલાકી બાબતે જન સેવા કેન્દ્ર ના અધિકારીઓને સૂચના આપવામાં આવી
  • જિલ્લા કલેકટર એ.કે.ઓરંગાબાદકર દ્વારા સરકારી કામોને વેગ આપવાનું શરૂ કરાવવામાં આવ્યું

તાજેતરમાં સમગ્ર ગુજરાતના 77 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ના કલેકટર તરીકે ફરજ બજાવતા કે રાજેશને પણ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે તેમના સ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકે એકે ઓરંગાબાદકરને મૂકવામાં આવ્યા છે ત્યારે મંગળવારના દિવસે જિલ્લા કલેકટર તરીકે તેમને પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે. સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને છ જેટલા ટેકટર ભરી અને કચરો દૂર કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં ભૂતકાળનો કચરો વર્તમાન કલેક્ટરે સાફ કરાવ્યો છે જેને લઇને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સ્વચ્છ બની છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે એ.કે ઓરંગાબાદકર દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ સરકારી કામો ને વધુ વેગ આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને તાત્કાલિકપણે સરકારી કામકાજો પુરા થાય તેવા હેતુથી જિલ્લા કલેકટર એકે ઓરંગાબાદકર દ્વારા સુરેન્દ્રનગરની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરી અને ત્યાંના અધિકારીઓને સરકારી કામો તાત્કાલિક પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલ આવેલી છે કે ગાંધી હોસ્પિટલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર એકે ઓરંગાબાદકર દ્વારા મુલાકાત કરવામાં આવી છે. અને ગાંધી હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ જે સારવાર લઇ રહ્યા છે તેમના સગા સ્નેહીજનોને પણ જિલ્લા કલેકટર ખુદ મળ્યા છે અને તેમને પડતી હાલાકી વિશે ચર્ચા અને તેના નિવારણ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ના મુખ્ય તબીબ હરેશ વસેટિયન સાથે પણ બેઠક યોજી છે.

બીજી તરફ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ ઉપર આવતાંની સાથે જ એકે ઓરંગાબાદકર દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલા તમામ કચેરીઓની મુલાકાત કરી અને આગામી દિવસોમાં સરકારી કામકાજો છે તે તાત્કાલિક પૂરા કરવા અને જેમ બને તેમ પેન્ટિંગ કામો ન રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં થતા તમામ પ્રકારના કામોએ ફરી એક વખત વેગ પકડ્યો છે.

સુરેન્દ્રનગર સિટી મામલતદાર ઓફીસની મુલાકાતસુરેન્દ્રનગર સીટી મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કલેક્ટર એકે ઔરંગાબાદકર દવારા લેવામાં આવી હતી.અને એ.ટી.વી.ટી.સેન્ટર ઉપર આવેલ અરજદારો ની મુલાકાત લેવામાં આવી અને આવકના દાખલા એકજ દિવસમાં આપવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે આવકના દાખલા હવે સુરેન્દ્રનગરની સીટી મામલતદાર કચેરીમાં સુરેન્દ્રનગર જિલ્લાની જનતા એક જ દિવસમાં મેળવી શકે તેમને બીજો ધક્કો ખાવાની હવે કોઈ જરૂર નહીં પડે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આ એક મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યું છે કારણ કે અત્યાર સુધી આવકના દાખલા કઢાવવા માટે એક સપ્તાહ જેટલો સમય જતો હતો અને અરજદારોને કેટલા પણ ધક્કા ખાવા પડતા હતા તે હવે એક જ દિવસમાં અરજદારોને આવકનો દાખલો મળી જશે જિલ્લા કલેકટર એ.કે ઓરંગાબાદકર દ્વારા આ મામલે મામલતદાર સાથે વાતચીત કરી અને તાત્કાલિક ધોરણે એક જ દિવસમાં આવકના દાખલા કાઢી આપવા માટે સુચના આપી છે.

સુરેન્દ્રનગરની આકસ્મિક મુલાકાત લેતા કર્મચારીઓમાં ફફડાટ સુરેન્દ્રનગર ની જનસેવા કેન્દ્રની મુલાકાત લઇ અને જિલ્લા કલેક્ટર એ સમયમર્યાદામાં અરજીઓના નિકાલ અંગે જરૂરી સુચનો આપ્યા અને તમામ સુવિધાઓની ભૌતિક ચકાસણી કરી, અરજદારોની સાથે મુલાકાત લીધી હતી અને અરજદારોને પડતી હાલાકી વિશે જિલ્લા કલેક્ટરે જાણી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓને આ હાલાકી દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

કર્મચારીઓના કોરોના ટેસ્ટ તાત્કાલિક કરાવવામાં આવ્યાસુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં ફરજ બજાવતા 120 જેટલા કર્મચારીઓ ના કોરોના ના ટેસ્ટ તાત્કાલિક જિલ્લા કલેકટરની સૂચનાથી કરાવવામાં આવ્યા છે કોરોના સંક્રમણ અટકે અને ફેલ તો રોકાય તે હેતુથી જિલ્લા કલેકટર એકે ઓરંગાબાદકર ની સૂચનાથી જિલ્લાની કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા 120 જેટલા કર્મચારીઓ ના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે કારણકે કલેકટર ઓફિસ માં આવતા અરજદારોનો આરોગ્ય જોખમમાં ન મુકાય તે હેતુથી જિલ્લા કલેક્ટરે આ પ્રકારનો નિર્ણય લઇ અને શુક્રવારના દિવસે 120 જેટલા કર્મચારીઓના સેમ્પલ લેવડાવવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં ભૂતકાળનો કચરો વર્તમાન કલેક્ટરે સાફ કરાવ્યોસુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પોતાની ફરજ ઉપર હાજર થયા બાદ તાત્કાલિકપણે સરકારી કામકાજો ને વેગ આપવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર ઓફિસના પાછળના તથા કલેકટર ઓફિસની બહાર કચરાનો સામ્રાજ્ય હતું જેને લઇને જિલ્લા કલેકટરના આદેશથી સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને છ જેટલા ટેકટર ભરી અને કચરો દૂર કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગરની કલેકટર કચેરીમાં ભૂતકાળનો કચરો વર્તમાન કલેક્ટરે સાફ કરાવ્યો છે જેને લઇને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સ્વચ્છ બની છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર પોતાની ફરજ ઉપર હાજર થયા બાદ ખાસ કરી અને કર્મચારીઓ તથા મુખ્ય અધિકારીઓ સાથે કચેરીઓ ઉપર છે અને બેઠક યોજી રહ્યા છે અને સરકારી કામો તાત્કાલિક પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે કોઈપણ કામ બને ત્યાં સુધી પેન્ડિંગ ન રહે અને અરજદારોને પણ ધક્કા ન ખાવા પડે એવા નિર્ણયો હાલમાં જિલ્લા કલેકટર એકે ઓરંગાબાદકર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...