મંજૂર:આઈ-ખેડૂત મારફત આવેલી યોજનાની 187 અરજી પૂર્વ મંજૂર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં આઇ-ખેડૂતો મારફત અનેકવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત 2021-22 માટે અરજીઓ કરાઈ હતી. જેમાં 187 અરજીઓ પૂર્વ મંજૂર કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પશુપાલન વિભાગ અંતર્ગત રાજ્યના પશુપાલકો માટે સરકાર દ્વારા અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવેલી છે. રાજ્યના પશુપાલકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા, સરકારના આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. પશુપાલન શાખા દ્વારા આ અરજીઓની ચકાસણી કરી તેને પૂર્વ મંજૂર કરી, લાભાર્થીઓને ખરીદી માટે સમય આપવામાં આવે છે. જેમાં વર્ષ 2021-22 માટે પશુપાલન વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ મારફત વિવિધ યોજનાઓ અંતર્ગત પશુપાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવતા 187 અરજીની ચકાસણી કરી પૂર્વ મંજૂર કરાઈ છે. સામાન્ય જાતિના પશુપાલકો માટે પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય આપતી યોજનાના 43 લાભાર્થી અને અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી પર સહાય આપતી યોજનાના 3 લાભાર્થી, સામાન્ય જાતિના પશુપાલકો માટે બકરા એકમ સહાય યોજનાના 12 લાભાર્થી, અનુસુચિત જાતિના પશુપાલકો માટે બકરા એકમ સહાય યોજનાના 1 લાભાર્થી, ગાયમાં કૃત્રિમ બિજદાનથી વાછરડીના પશુપાલકો માટે પ્રોત્સાહક પેટે સહાય આપતી યોજનાના 128 લાભાર્થીની અરજીને પૂર્વ મંજૂર કરાઈ હોવાનું સુરેન્દ્રનગર નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...