રજૂઆત:તાઉ-તે વાવાઝોડા ગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડા ગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડા ગ્રસ્ત અગરિયા પરિવારોને રાહત પેકેજ આપવા પોસ્ટ કાર્ડ ઝુંબેશ
  • અગરિયા પરિવારોને રાહત પેકેજ મળે તે માટે પોસ્ટ કાર્ડ લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ

તાઉ-તે વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા અગરિયાઓએ કરેલી દિવસ-રાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી અગરિયા પરિવારોને રાજ્ય સરકાર સહાય આપે તે જરૂરી છે જેથી અગરિયા પરિવારો સહાય મેળવવા માટે થઇને આજે હળવદ તાલુકાના જુદા જુદા રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારના અગરિયા પરિવારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કરાયો હતો.

હળવદ, માળીયા અને ધાંગધ્રાને અડીને આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા આગરીયા પરિવારોને તાઉ-તે વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. જેથી અગરિયા પરિવારોને સહાય મળે તે માટે થઈ અગાઉ ધારાસભ્યએ,જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય સહિતનાઓ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી અગરિયાઓને કોઈપણ પ્રકારની સહાય ન મળતા આખરે અગરિયા પરિવારો દ્વારા પોસ્ટ કાર્ડ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

હળવદ તાલુકાના ટીકર, અજીતગઢ,માનગઢ, કીડી સહિતના ગામોના અગરીયા પરિવારોએ રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી વાવાઝોડામાં મીઠામાં પારાવાર ધોવાણ અને સોલર સિસ્ટમને થયેલા નુકસાને લીધે અગરિયા પરિવારો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. તેને લઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક રાહત પેકેજ અને કેસ ડોલ આપે તે માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી અગરિયા પરિવારો પોતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...