આઝાદી કા અમૃત મહોત્સવ:પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલમાં ટપાલ લેખન સ્પર્ધા યોજાઈ, વિદ્યાર્થીઓએ આઝાદી તેમજ ભવિષ્યના ભારત વિષય પર ટપાલો લખી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધુનિક યુગમાં વિસરાતી ટપાલ પોસ્ટ કાર્ડને ફરી મળ્યુ નવું જીવન
  • દસ વિજેતાઓની ટપાલો આઝાદી કા અમૃત મહોત્સવ પોર્ટલ પર અપલોડ કરવામાં આવી

પાટડીની સૂરજમલજી હાઈસ્કૂલમાં પોસ્ટ ઓફિસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટપાલ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. ત્યારે આધુનિક યુગમાં વિસરાતી ટપાલ પોસ્ટ કાર્ડને ફરી નવું જીવન મળ્યું હતું. પાટડીના વિદ્યાર્થીઓએ આઝાદી તેમજ ભવિષ્યના ભારત વિષય પર પ્રધાનમંત્રીને સંબોધીને પોસ્ટકાર્ડ લખ્યાં હતા. આ સ્પર્ધામાં દસ વિજેતાઓની ટપાલો આઝાદી કા અમૃત મહોત્સવ પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી.

ભારત સરકારના પોસ્ટ વિભાગના માર્ગદર્શન અનુસાર પાટડી પોસ્ટ ઓફિસ દ્વારા સૂરજમલજી હાઈસ્કૂલમાં ટપાલ લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ 11 અને 12ના કુલ 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને આઝાદી તેમજ ભવિષ્યના ભારત વિષય પર ટપાલો લખી હતી. જે પૈકી કિંજલ શંખલપુરા, બિંદુ વાણિયા, કવિતા પાટડીયા, નિશા ઠાકોર, રાહુલ કાજાણી, સાહિલ રાઠોડ, દિગ્વિજય ગોસ્વામી, અજિત ધામેચા, પૂજા મકવાણા, મીરાં પરમાર સહિત પ્રથમ દસ ક્રમાંક મેળવી વિજેતા થયા હતા.

આ વિજેતાઓની ટપાલો આઝાદી કા અમૃત મહોત્સવના પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. પાટડીની શ્રી સૂરજમલજી હાઈસ્કૂલના શિક્ષક ચિંતન મહેતાએ સ્પર્ધાનું સફળ આયોજન કરી સંચાલન કર્યું હતું. તથા આચાર્ય ઉપેન્દ્ર સથવારાએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...