સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, સુરેન્દ્રનગર ડીવીઝનનાઓ દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોકસંપર્કનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના સુરેન્દ્રનગર ડીવીઝન હેઠળના સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન, સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા માટે સુરેન્દ્રનગર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામા આવી છે. જે કોઇ વ્યક્તિએ નાણાં ધીરધાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલી હોય, તેમજ મોર્ગેઝ પેટે મોટી કિંમતનો જમીન મકાનનો દસ્તાવેજ પ્રોમિસરી નોટ, ચેક અને તેઓને આપેલા નાણાં/વ્યાજ ચુકવી આપેલા હોય
છતાં છેતરપીંડી કે વિશ્વાસઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજુઆત કરી શકશે. અને તેમની રજૂઆતો સાંભળી સંપુર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે. જેથી આ લોકસંપર્કમાં રજુઆત કરી "એક તક પોલીસ"ને આપવા માટે સુરેન્દ્રનગર ડીવીઝન હેઠળના સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન, સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરીકોને નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝનનાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત તારીખ / સમય તા.08/01/2023 બપોરના કલાક, 11થી બપોરના કલાક,13 સુધી ડી.ટી.સી (તાલીમ ભવન) એસ.પી કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર.
સ્થળ-સંપર્ક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.