તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલન કરાવનારાએ નિયમ તોડ્યો:મોરબીમાં પોલીસકર્મીની બર્થ ડે પાર્ટી, નિયમો નેવે મુકીને જીજ્ઞેશ કવિરાજના ગીતો પર મહાનુભાવો ગરબે રમ્યા

મોરબી2 મહિનો પહેલા
 • પોલીસકર્મી દેવેન રબારીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી
 • મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા,અધિક કલેકટર કેતન જોશી પણ હાજર રહ્યાં

હાલમાં કોરોનાની મહામારીમાં લોકોમાં દહેશતનો માહોલ છે. જેમાં સરકાર દ્વારા ફરજિયાત માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ફરજિયાત પાલન સહિત કોવિડ-19ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પોલીસકર્મી દેવેન રબારીના જન્મદિવસ નીમીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા,અધિક કલેકટર કેતન જોશી, નગરપાલિકાના અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

જેમાં આ ઉજવણીમાં તમામ લોકો ગરબે રમ્યા હતા. જેમાં કોઈ પણ જાતની મંજૂરી વિના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. વધુમાં આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળ્યા હતા. અને આખા કાર્યક્રમમાં એક પણ વ્યક્તિ માસ્કમાં જોવા મળ્યો નહોતો. આ કાર્યક્રમમાં લોકગાયક જીગ્નેશ બારોટ પણ હાજર રહ્યો હતો અને એ પણ સૌની સાથે ગરબે રમ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર આ પોલીસ કર્મી દેવેન હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે અને આ દેવેન યંગ ઇન્ડિયા ગ્રુપ નામનું NGO પણ ચલાવી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસો માટે કોરોનાના કડક નિયમ જ્યારે આ મહામારીના કાયદાનો મોરબીમાં છડેચોક ઉલાળીયો જોવા મળ્યો હતો. મોરબીના સ્કાય મોલ ખાતે આવેલા હોલમાં ગત તા.27 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોરબીમાં જે અધિક કલેકટર કેતન જોષી જાહેનામુ બહાર પાડે છે એજ અધિકારી નિયમનો ઉલાળીયો કરતાં નજરે ચઢતા આ મુદો સમગ્ર મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યોં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો